________________
૨૭૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ કર્મ કહેવાનું કારણ એ જ છે કે તે નિમિત્તો, સાક્ષાત્ કર્મ નથી, પણ કર્મનાં બાહ્યકારણરૂપ હોવાથી તેને પણ ઉપચારથી કર્મ કહી શકાય છે.
નેકર્મ” દેશનિષેધક હોવાથી “કર્મ” અર્થાત્ દેશથી કર્મત્વ છે. એટલે અમુક અપેક્ષાથી કર્મ છે, અને અમુક અપેક્ષાથી નથી. એવા અર્થસૂચક હોવાથી “નકમ ને પણ, કર્મ કહી શકાય છે.
અરહદ ઘટ્ટી ન્યાયથી નિમિત્ત-નૈમિત્તિક ભાવથી ભાવકર્મ અને દ્રવ્યકર્મને અનુબંધ હેવારૂપ દુષ્ટક ચાલ્યા જ કરે છે. તેનું કારણ એ છે કે, જે સમયે દ્રવ્યકર્મને ઉદય ચાલતું હોય, ત્યારે આત્મા, રાગ-દ્વેષ અને મોહ વિભાવમાં પરિણમે તે નવીન કર્મને બંધ કરે છે. એટલે તે ભાવકર્મના નિમિત્તથી પુનઃ દ્રવ્યકમને બંધ થાય છે. ભાવમલરૂપી આશક્તિ-સ્નેહ-ચીકાસના કારણે, આત્મા દ્રવ્યકર્મરૂપ રજોમયી બને છે. તેથી જન્મ-જન્માંતરની ધૂરી પર દેહધારણાદિ ચકકર લગાયા જ કરે છે. આ કર્માવરણથી જ આત્માની સ્વભાવદશા ઢંકાઈ જાય છે, અને વિભાવદશા પ્રવર્તે છે. સંસારી જીવને અનાદિકાળથી આવી વિભાવદશા પ્રવર્તે છે. જે જીવોએ સ્વભાવદશા પ્રગટ કરી છે, તે પણ તે દશાને પ્રાપ્ત કર્યા પહેલાં, અનાદિકાળથી વિભાવદશામાં જ હતા. જીવને અનાદિકાળથી વિભાવદશામાં રાખનાર તે કર્મરૂપે પરિણમિત થયેલ પુગલદ્રવ્ય જ છે. આ પુદ્ગલદ્રવ્યના સંગથી