________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૯ મુદત સુધી શિક્ષામાં મુકરર કરેલા કેદીને તે મુદત, પૂરી થયા સિવાય, મુક્ત, થવાતું નથી, તેમ આયુષની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણુ અન્ય જન્મમાં જઈ શકતું નથી.
નામકર્મના કારણે સંસારી જીને ગતિ, જાતિ, શરીર, શરીરનાં અવયવ, શરીરને બંધ, શરીરને આકાર, શરીરનાં પુદ્ગલનું પરસ્પર સંયેજન, ઈત્યાદિ શરીરને લગતા સંગોની પ્રાપ્તિ થાય છે. આ દરેક સંગની પ્રાપ્તિ, ભિન્ન ભિન્ન જાને, ભિન્ન ભિન્ન પ્રકારે થતી હોઈ, નામકર્મ ૪૨, ૬૭, ૩, અને ૧૦૩ એમ વિવિધ ભેદવાળું છે. નામકર્મને શાસ્ત્રમાં, ચિતારા સમાન કહ્યું છે. ચિતાર જેમ ચિત્રને અમુક રંગે પૂરીને, જુદાજુદારૂપે ચીતરી બતાવે છે, તેમ નામકર્મ તે જીવને વિચિત્ર રૂપધારી બનાવ્યા કરે છે.
જૈનદર્શનમાં ગત્રકર્મને બે પ્રકારે બતાવ્યું છે. (૧) સુકૃત્ય-સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન, તે ઉચ્ચગેત્ર છે. અને (૨) દુષ્કૃત્ય-કુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન, તે નીચત્ર છે.
દાનાદિગુણોને દબાવનારૂં અંતરાયકર્મ (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભેગાંતરાય (૪) ઉપભેગાંતરાય અને (૫) વીર્યંતરાય, એમ પાંચ પ્રકારે છે. અંતરાયકર્મના ઉદયે જીવ, અદાતા- અલાભિ-અભોગી–અનુપભોગી, અને અશક્ત થાય છે. અર્થાત્ પૂર્વે કહેલી દાનાદિ પાંચલબ્ધિની હીનતાવાળે થાય છે. જ્યારે અંતરાયકર્મના પશમે
આ. ૧૯