________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૭ અનાદિકાળથી સંસારપરિભ્રમણમાં એકાદ વખત પણ સમ્યકત્વ પ્રાપ્ત ન થયું હોય, તેવા જીવોને તે ફક્ત મિથ્યાત્વદર્શનમેહનીયકર્મ જ હોય.
ચારિત્રમેહનીય કર્મ, તે ૧૬ કષાય અને નવ નેકષાયના ભેદ વડે, પચવીસ પ્રકારનું છે. સાંસારિકભાવ અપાવે તે કષાય કહેવાય છે. આ કષાયે, ક્ષમા-સરલતા–નમ્રતા અને નિર્લોભતા (અનાશક્તિ) ભાવોને ઢાંકી દઈ કોધાદિક ભાવનું વેદન કરાવે છે.
આ કષાયે તે ક્રોધ, માન, માયા અને લેભ સ્વરૂપે ચાર જાતના હોવા છતાં તે દરેક પ્રકાર એકજીવને સદાના માટે કે અન્યાન્ય જીવને એક સરખા હોતા નથી. એટલે તીવ્ર અને મન્દાદિરૂપે અસંખ્યાતભેદવાળા હોવા છતાં તે દરેકના સ્થૂલ ચારભેદ શાસ્ત્રમાં બતાવ્યા છે. એટલે (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાની (૩) પ્રત્યાખ્યાની અને (૪) સંજ્વલન, એમ ચારે પ્રકારના કોધ, માન, માય. અને લેભને ગણતાં કુલ–૧૬ ભેદ, કષાયના થાય. આ અનન્તાનુબંધી આદિનું સ્વરૂપ સ્પષ્ટપણે જાણવા ઈચ્છનારે કર્મગ્રંથાદિ શાથી સમજી લેવું.
કષાયના સહચારી અને કષાયના ઉદ્દીપક, તેને નેકષાય કહેવાય છે. જો કે કષાયે કરતાં નોકષાયોનું બળ, ઓછું હોય છે. પરંતુ કષાયેના બળપ્રમાણે સંસારવધારવામાં નેકષાય ખાસ મદદગાર છે. નેકષાયના બળને આધાર, કષાયના બળ ઉપર છે. જેમ જેમ કષાયનું બળ ઢીલું પડતું જાય છે,