________________
જ્ઞાનીઓની દૃષ્ટિએ ભિખારી
અનેક પ્રકારની મેટી ઋદ્ધિસિદ્ધિવાળા, અતિ આકર્ષક તેજકાંતિવાળા, અતિ ઉચ્ચપ્રકારની પાંચ ઇંદ્રિયાનાં અનેક પ્રકારનાં સુખ ભોગવવાને યાગ્ય, અને ઘણી લાંબી સ્થિતિસુધી સુખી કહેવાતી અવસ્થામાં રહેનારા શર્ક વિગેરે દેવતાઓ પણ જો સમ્યગ્દર્શનરૂપી રત્નથી રહિત હોય તે, વિવેકધનવાળા મહર્ષિએની નજરમાં તે તેવાએ, મોટી દરિદ્રતાની મૂર્તિ જેવા અને વિજળી જેવા ચપળ જીવિતવ્યવાળા લાગે છે. તે પછી સ'સારના પેટામાં રહેનારા બીજા સામાન્ય જીવાના સબંધમાં તેા કહેવું જ શુ?
સાધારણ વસ્તુને મેટી માનનાર, અલ્પસ્થાયી વસ્તુની વાસ્તવિક કિંમત નહિં સમજનાર, પર વસ્તુની પ્રાપ્તિના અહંકારમાં ઉદ્ધૃત થઈ અધર ચાલનાર, આ જીવને જ્ઞાની મહાત્માએ યથાસ્વરૂપમાં દેખે છે, અને તેની મૂર્ખતા ઉપર વિચાર કરી, આત્મદ્રવ્યને અંગે તેને ભિખારી જેવા ગણે છે, તે તદ્દન ચાગ્ય છે.
ચાર અનુયાગની વિચારણા
મન જે શકાશીલ થઈ ગયુ. હાય તે દ્રવ્યાનુયાગ’ વિચારવા યાગ્ય છે. પ્રમાદી થઈ ગયુ. હાય તે “ ચરણકરણાનુયાગ ” વિચારવા ચેાગ્ય છે. અને કષાયી થઈ ગયુ હોય તે “ ધર્મકથાનુયાગ ” વિચારવા યાગ્ય છે. જડ થઈ ગયુ' હાય તે “ ગણિતાનુયાગ ” વિચારવા ચેાગ્ય છે.