________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ દર્શનમેહનીયકર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકૃત્વ મેહનીય (૨) મિશ્રમેહનીય અને (૩) મિથ્યાત્વમેહનીય.
અહિં કર્મ તે માત્ર મિથ્યાત્વમેહનીય, તે જ દર્શન મોહનીય કર્મ છે. પરંતુ બંધાયાપછી આત્માના પરિણામ- વિશેષને લીધે તેના, ઉપરમુજબ ત્રણ ભાગ પડી જાય છે.
(૧) તદ્દન અલ્પરસવાળાં બની જવાથી દર્શન મેહનીયનાં દલિકે (કર્મપરમાણુઓ) શુદ્ધરૂપે પ્રવત્તી, તત્ત્વરૂચિરૂ૫ સમ્યક્ત્વમાં બાધા નહિ પહોંચાડતાં અતિચાર લગાડવા પુરતું જ નુકસાન કરનારાં હોય, ત્યારે તે સમ્યકત્વ દશન મેહનીય નામે ઓળખાય છે.
(૨) દર્શનમેહનીયનાં દલિને અમુક ભાગ, અર્ધવિશુદ્ધ બની યથાર્થતત્વની રૂચિમાં જીવને, નહિં રાગવાળે કે નહીં Àષવાળા બનાવવાના સ્વભાવવાળે બનેલું હોય, અગર અરધું સમ્યગદર્શન કે અરધું મિથ્યાદર્શનનું વેદન કરાવવાના સ્વભાવવાળો બને, તે મિશ્રદર્શનમોહનીયકર્મ નામે ઓળખાય છે.
(૩) દર્શનમેહનીયકર્મનાં જે દલિકે મિથ્યાત્વના જ તીવ્રરસવાળાં બની રહેલાં હોય, અને જેના ઉદયથી જીવ, આધ્યાત્મિક દ્રષ્ટિએ મનાતા હિતને, અહિત સમજે અને અહિતને હિત સમજે, યથાર્થતત્વની રુચિવાલે ન બને તે કર્મદલિકેને મિથ્યાત્વદર્શનમોહનીયકર્મ કહેવાય છે.