________________
- ૨૮૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો નથી. વેદનીયકર્મની ઉત્તર પ્રકૃતિમાં બે છે. (૧) શાતા વેદનીય અને (૨) અશાતા વેદનીય. જે કર્મના ઉદયથી પ્રાણિને અનુકૂળ વિષયની પ્રાપ્તિથી સુખને અનુભવ થાય છે, તેને શાતા વેદનીય કહેવાય છે. અને જે કર્મના ઉદયથી પ્રતિકૂળ વિષયની પ્રાપ્તિથી દુઃખને સંવેદન થાય છે, તેને અશાતા વેદનીયકર્મ કહેવાય છે.
અહિં સમજવું જરૂરી છે કે વેદનીયકર્મવડે સુખ અને દુઃખનાં કારણે પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા, શાતા તથા અશાતા અનુભવાય છે. પણ સુખના કારણમાં પ્રીતિ અને દુઃખના કારણોમાં અપ્રીતિ થવી તે વેદનીયકર્મનું ફળ નથી. પ્રીતિ અને અપ્રીતિ થવી, તે તે મેહનીયકર્મને વ્યાપાર સમજ. વળી પંચેન્દ્રિયના વિષયસાપેક્ષ સુખને અનુભવ, તે કંઈ આત્માને સ્વધર્મ નથી. તે તે વિભાવદશા સૂચક છે. વિષય નિરપેક્ષ સ્વસુખને અનુભવ તે આત્માને કોઈપણ કર્મના ઉદયવિના જ સ્વતઃ થાય છે. અને એવા પ્રકારનું વિશુદ્ધસુખ જ આત્માને સ્વધર્મ છે. એવા સુખવાળી દશાને જ આત્માની સ્વભાવદશા કહેવાય છે.
હવે મેહનીય કર્મઅંગે વિચારતાં રાજ્ય, ધન, કુટુંબ ઇત્યાદિ ભૌતિક સામગ્રીઓમાં આત્માને મુંઝાવનાર, લલચાવનાર, કર્મનું નામ મેહનીયકર્મ છે.
શાસ્ત્રકારોએ આ કર્મની, મદિરા સાથે તુલના કરી છે. મદિરાપીધેલ મનુષ્ય, કેફના આવેશમાં જેમ, અનેક અનાચારેનું સેવન કરે છે, તેમ મેહનીયકર્મથી પરવશ