________________
વિભાવદશા ઉપાદક કર્મ કર્મોને ઉદય, તેની પરંપરા નીપજાવી શક્તા નથી. અને અલ્પસમયમાં જ વિલીન થઈ જાય છે. કેમ કે એ અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મ રહિત અઘાતી કર્મો, તે પરાજય પામેલા રાજવિહેણા, નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મોને ક્ષય થયા બાદ, અઘાતી કર્મો પણ અલ્પ ટાઈમમાં જ ક્ષય થતાં હોવાના પરિણામે, આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થિતિ–અરૂપીપણું અને અગુરુલઘુ, એ ચાર સંગે ઉપસ્થિત થાય છે. આત્માનું શાશ્વતસ્થાન તે આ ચાર અંગવાળું છે, પરંતુ ઘાતકર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મોવડે આત્મા, તેથી વિપરીત સાગમાં ભટકી, શાંતિ પ્રાપ્ત કરી શક્ત નથી. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે ઉપરોક્ત ગુણવાળા શાશ્વત સ્થાનમાં જ છે.
આત્મવિકાસનું માપ, મુખ્યતઃ સમ્યકત્વ અને ચારિત્રથી કાઢી શકાય છે. આત્મવિકાસના કમરૂપ ગુણસ્થાનકોનું વર્ણન, મુખ્યતઃ સમ્યક્ત્વ અને ચારિત્રને અનુલક્ષીને જ છે. ઉચ્ચત્તમ સમ્યક્ત્વતે વહેલામાં વહેલું ચેથાગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે. પરંતુ ઉચ્ચત્તમ ચારિત્રની પ્રાપ્તિ તે બારમા ગુણસ્થાનકે જ થઈ શકે છે. ત્યાં છદ્મસ્થતાનો અંત થાય છે, ઘાતી કર્મને સર્વથા નાશ થાય છે, અને આત્મવિકાસની સાધના પૂર્ણ થાય છે. જેથી આત્મા, આત્મપ્રકાશની ઉચ્ચત્તમ શક્તિને પ્રાપ્ત કરી, પરમાત્મદશામાં રમણ કરવા માંડે છે. અને અને ચાર અઘાતી કર્મોને નષ્ટ થયેથી આત્મા, સ્થાઈસુખ યા શાશ્વતસુખને ભક્તા બને છે.
સમાપ્ત