________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૯૧. આત્માના સ્વાથ્યને રોધ કરનાર તે કર્મપ્રકૃતિએની દરેક સંખ્યાને તેના સ્વભાવાનુસાર પૃથફપૃથક નામસંજ્ઞાઓ પણ આપેલી છે. આત્માના કેવા પ્રકારના સ્વાથ્યને કઈ પ્રકૃતિ કેવી રીતે રોધ કરે છે, તેને ખ્યાલ તે કર્મની નામસંજ્ઞા દ્વારા જ આત્માને પેદા થાય છે.
શારીરિક રોગોના ચિકિત્સકે, શરીરમાં અશાંતિ પેદા કરનાર દર્દને, તેને ખ્યાલ પેદા કરવા માટે, અમુક નામસંજ્ઞાથી સંબોધે છે. અમુક દર્દીને એક સામાન્ય નામ તરીકે ગણીને, તેના પેટાવિભાગ તરીકે પણ, અનેક ભિન્નભિન્ન સંજ્ઞાઓથી તેના પ્રકારો પાડે છે. જેમકે જવર (તાવ) એ એક દર્દનું સામાન્ય નામ છે. અને તેના પેટા વિભાગને ટાયફેડ આદિ પૃથક પૃથક નામના જવર તરીકે ઓળખાવે છે. દર્દીને ખ્યાલ પેદા કરવા માટે તેની અમુક તો નામસંજ્ઞા હેવી જ જોઈએ, એ રીતે કર્મ અંગે પણ સમજી લેવું જોઈએ. વૈદ્યકશાસ્ત્રના અભ્યાસીઓ, દર્દીના દર્દને અમુક પ્રકારની નામસંજ્ઞાપૂર્વક ખ્યાલમાં લાવી, અમુક નામસંજ્ઞાવાળા ઔષધોપચારદ્વારા તે દર્દીને દૂર કરવા કેશિષ કરે છે, અને એ દર્દીના કારણ તરીકે અમુક નામસંજ્ઞાવાળા, કારણોને ફરી ઉપયોગ થઈ જવા ન પામે, તેની સાવચેતી રખાવે છે. અહીં કહેવાને તાત્પર્ય એ છે, કે, શારીરિક રેગની માફક, કર્મ એ પણ, આત્મામાં વિભાવદશારૂપ દર્દીને પેદા કરનાર રોગ છે. માટે એ કમરૂપી રેગ અને તેને નષ્ટ કરનાર ઔષધેના દરેક પ્રકારની પૃથક્ર પૃથફ નામસંજ્ઞા, જૈનદર્શનકારોએ સ્પષ્ટ જણાવી છે.