________________
૨૮૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે
જ્ઞાનાવરણીયકમને સ્વભાવ, આત્માના જ્ઞાનગુણને આચ્છાદન કરવાનું છે. ભિન્ન ભિન્ન જીવમાં જ્ઞાનશક્તિ ભિન્નભિન્ન પ્રકારે વર્તતી હેઈ, તે તમામ જ્ઞાનશક્તિઓને પાંચ પ્રકારમાં ગણી લેવાથી, તે પાંચ પ્રકારમાંથી જે જે પ્રકારના જ્ઞાનને જે જે કર્મ પુદ્ગલેને જ આવરે છે, તે તે જથ્થાને તે તે પ્રકારનું જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે. જ્ઞાન પાંચ હોવાથી જ્ઞાનાવરણીયકર્મનાં પુદ્ગલેની જાતે પણ પાંચ પ્રકારે છે. (૧) મતિ જ્ઞાનાવરણીય (૨) શ્રુતજ્ઞાનાવરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય (૪) મન પર્યવ જ્ઞાનાવરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય.
દર્શનાવરણીય કર્મને સ્વભાવ, જીવના દર્શનગુણનું આવરણ કરનાર છે. અહીં આવરણકર્મનું અસ્તિત્વ, તે જ્ઞાન અને દર્શનના હિસાબે જ છે. આવરણ પામનારી ચીજ હોય, તે જ આવરણ કરનારી ચીજ હોઈ શકે. આવરણપામનારી ચીજ જ જે ન હોય તો આવરણ કરનારી ચીજ, આવરણ પણ શાનું કરે? માટે જ્ઞાન હોઈને જ જેમ જ્ઞાનાવરણીય કર્મનું અસ્તિત્વ છે, તેમ દર્શન હેઈને જ દર્શનાવરણીય કર્મનું અસ્તિત્વ છે. જેમ જ્ઞાન તે પાંચ છે, તે જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ છે, તેમ દર્શન તે ચાર હોવાથી દર્શનવરણીયકર્મ પણ ચાર જ હોઈ શકે. તે (૧) ચક્ષુદર્શનવરણીય (૨) અચક્ષુદર્શનાવરણીય (૩) અવધિદર્શનાવરણીય અને (૪) કેવલદર્શનાવરણીય, એમ ચાર પ્રકારે છે.
જ્ઞાનાવરણયકર્મ કરતાં દર્શનાવરણીયકર્મમાં એક વિશેષતા એ છે કે ચક્ષુઆદિ દર્શનાવરણીયકર્મના ઉપશમથી