________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
૨૮૧ મતિ આદિ પાંચજ્ઞાનનું આવરણ કરવાના સ્વભાવવાળે કર્મપ્રદેશને જે જથ્થ, તે જ્ઞાનાવરણીયકર્મ કહેવાય છે.
ચક્ષુદર્શનાદિ દર્શનનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના સ્થાને દર્શનાવરણીયકર્મ કહેવાય છે.
સંસારિક સુખ-દુઃખના સંવેદન કરાવવાના સ્વભાવવાળે કર્મપ્રદેશને જથ્થ, તે વેદનીયકર્મ કહેવાય છે.
આત્મામાં મેહ અને અજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને મેહનીયકર્મ કહેવાય છે.
અમુક ભવમાં અમુક ટાઈમ સુધી જીવને ટકાવી રાખવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને આયુષ્યકમ કહેવાય છે.
આત્માને જુદાજુદા આકારે, નામ વિગેરે ધારણ કરવામાં કારણભૂત સ્વભાવવાળા કમંપુદ્ગલેના જથ્થાને નામકર્મ કહેવાય છે.
પ્રાણિઓની જાતિઓમાં ઊચ્ચપણનું તથા નીચપણનું પ્રેરક જે કર્મ છે, તેને ગોત્રકર્મ કહેવાય છે.
આત્માની દાનાદિ પાંચલબ્ધિઓનું આવરણ કરવા સાથે તે પ્રવૃત્તિકરવામાં રોકાવટકરવાના સ્વભાવવાળા કર્મ પુલના સ્થાને, અંતરાયકર્મ કહેવાય છે.
આ પ્રમાણે આઠે કર્મપ્રકૃતિની સામાન્ય વ્યાખ્યા દર્શાવી. હવે તે હકિકતને જરા સ્પષ્ટતાથી સમજી શકાય તે માટે કંઈક વિસ્તૃત વ્યાખ્યા તેની વિચારીએ.