________________
-
-
-
-
વિભાવદશા ઉત્પાદક કર્મ
ર૭૯ જ જીવ, મેહમાં આશક્ત થવાથી પુદ્ગલભેગમાં ઈષ્ટતા પ્રાપ્ત કરીને, પુદ્ગલસ્કને ગ્રહણકરીને સ્વયં અન્યને કર્તા થાય છે, ત્યારે કર્મબંધ થાય છે. અને જ્યારે તે કર્મને ઉદય થાય છે, ત્યારે આત્માના સ્વગુણ ઢંકાઈ જાય છે. સ્વગુણ ઢંકાઈ જવાથી જીવ, ચારગતિમાં ભ્રમણ કરવા લાગે છે.
અશુદ્ધ પરિણતિઓને ભેગ કરવાથી જીવ, અશુદ્ધને ભેંકતા થાય છે. તથા પિતાની ગ્રાહકશક્તિથી જ્ઞાનાદિ ગુણસમૂહને ગ્રહણ નહીં કરી શકવાથી પુદ્ગલસ્કને ગ્રાહક થાય છે, અને પુદ્ગલસ્કને સંગ્રહ કરે છે. પરપુદગલના લાભથી લાભપણું માને છે. શુભાશુભ પુલના દાનને દાન સમજે છે. શુભાશુભ પુદ્ગલેના ભેગ-ઉપભેગને જ ભેગ તથા ઉપભગ સમજે છે. વીર્ય પણ બાલવીર્ય, અર્થાત્ પુદ્ગલગ્રહણ અને બંધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તે છે. આ પ્રમાણે અનાદિકાળથી જીવની સ્વશક્તિ તથા લબ્ધિની પ્રવૃત્તિ, વિપરીત હોવાથી પરભાવ અર્થાત્ કર્મને વિસ્તાર પ્રાપ્ત કરે છે. આ કારણથી સંસાર છે. થતો નથી, અને સંસારમાં ભ્રમણ કરતાં વિવિધ દુઃખસમૂહને અનુભવે છે. આ જ આત્માની વિભાવદશા છે.
જીવ અને પુદ્ગલ, બન્ને મિશ્ર હોવા છતાં પણ જીવ તે પુદ્ગલ બની જતું નથી, અને પુદ્ગલ તે જીવ બની જતો નથી. માટે એકબીજાથી તે અલગ થઈશકે છે. આત્મા