________________
વિભાવદશા ઉત્પાદક કર્મ
ર૭૭ વિશ્વમાં હોવાથી જ જીવ, સુખદાયક પદાર્થની ઈચ્છા કરે છે. અહિતકર વસ્તુને જાણ્યાબાદ જ આત્મા, હિતકારી તરફ પ્રવૃત્તિ કરે છે. માટે જ્યાંસુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ સમજી શકે નહિં, ત્યાંસુધી તેની દ્રષ્ટિ આત્મદ્રવ્ય તરફ જઈશકતી જ નથી. કર્મનું સ્વરૂપ મુખ્યતઃ ત્રણપ્રકારે છે. (૧) દ્રવ્યકમ (૨) ભાવકર્મ અને (૩) નોકમ.
ભાવકર્મને ઉત્પન્નકરવામાં કારણરૂપ એ કર્મપ્રદેશસમુહ (કર્મરૂપમાં પરિણમન પામેલ પુદ્ગલ દ્રવ્યને પ્રદેશસમુહ) તે દ્રવ્યકર્મ છેસર્વ સ્થાને દ્રવ્યને અર્થ ભાવનું કારણ છે. માટે કર્મનાં અણુ તે દ્રવ્ય કર્મ છે.
રાગદ્વેષની જે અંતરંગ પરિણતિ છે, તે ક્રોધમાનમાયા અને લેભરૂપ જીવના અધ્યવસાય જ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના અભાવમાં ભાવકમ હોઈ શકતું જ નથી.
દ્રવ્ય કર્મ અને ભાવકર્મ ઉત્પન્ન કરવામાં કારણરૂપ, એવું બાહ્યનિમિત્ત, જેવાં કે ધન-ધાન્ય સ્ત્રી-પુત્ર-શરીર ઈત્યાદિ પદાર્થને નિમિત્તથી. આ માને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. અને આત્મા કર્મબંધન કરે છે. તે બાહ્યનિમિત્તોને “નેકર્મ” કહેવાય છે. - દ્રવ્યકર્મ અને ભાવકર્મ તે આત્માની સાથે પરભવમાં જાય છે. પરંતુ “કર્મ” આત્માની સાથે પરભવમાં જતું નથી. દ્રવ્યકર્મ એ પુદગલવણાનું પરિણામ છે, અને ભાવકર્મ તે ક્રોધાદિ અંતરંગ અશુદ્ધ અધ્યાય છે, એટલે તેમને તે કર્મ કહેવાય છે, પરંતુ શરીર-ધન-કુટુંબ આદિને