________________
૨૦ વિભાવદશા ઉત્પાદક કર્મ વિભાવદશા ઉપર વિચાર કરવા ટાઈમે કર્મસિદ્ધાન્તની ચર્ચા ઉપસ્થિત થઈ જ જાય છે. કેમ કે વિભાવદશામાં મુખ્ય કારણ તે કર્મ જ છે. કર્મના સંગથી જ આત્મા વિભાવદશામાં વતે છે.
મનુષ્યને રેગિસ્ત અવસ્થામાં બિમારી અંગે વિચાર થાય છે કે, બિમારી શું છે? તે બિમારી થવામાં શું શું કારણે છે? તે બિમારીથી મુક્ત કેવીરીતે થઈ શકાય છે? બિમારી ફરીને ન આવે એને ઉપાય શું છે? એવી અનેક વિચારધારાઓ રોગગ્રસ્ત પ્રાણિમાં ચાલ્યા જ કરે છે. તેમાં તેને મુખ્ય લક્ષ્ય તે આરોગ્યતાની પ્રાપ્તિનું જ છે. આ પ્રમાણે સ્વભાવદશાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળે મનુષ્ય, પિતાનું લક્ષ્ય, સ્વભાવદશામાં કેન્દ્રિત બનાવી, વિભાવદશા. રૂપ બિમારીને નાશ કરવા માટે, વિભાવદશાને ઉત્પન્ન કરનાર “કમ” ઉપર એકધારું મનન-ચિંતન કરવાવાળ બની રહે છે. કર્મ, એ, પરદવ્ય છે. પરદ્રવ્યને અલગ કરવાની ઈરછાવાળા મનુષ્ય તે પરદ્રવ્યનું સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. જે પરદ્રવ્યને જાણે નહિં, તે આત્મદ્રવ્યને પણ સમજી શકે નહિં. કારણ કે હાનિપ્રદ પદાર્થને સમજવાથી જ લાભપ્રદ પદાર્થોનું મૂલ્યાંકન થઈ શકે છે. દુઃખથી જ સુખનું મહત્ત્વ સમજાય છે. દુઃખદાયક પદાર્થોનું પણ અસ્તિત્વ,