________________
ર૭૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો જીવનું લક્ષણ નથી. આત્મામાં કર્મરૂપ મલિનતા જેટલા અંશે સાફ થાય છે, તેટલા અંશે જ્ઞાનાદિગુણોને ક્ષપશમ વિશેષ પ્રમાણમાં થાય છે. ક્ષયપશમની વિશેષતાને અનુસાર તેને ચઢતાં ગુણઠાણનાં નામ દેવામાં આવ્યાં છે. શુદ્ધ આત્મામાં તે, શરીર-કર્માદિ કંઈપણ નહીં હોવાથી ક્ષયે પશમ કે ગુણ ઠાણાં પણ નથી.
પ્રત્યેક વસ્તુ ઉપર બે દ્રષ્ટિએથી વિચાર કરી શકાય છે. એક તે આત્મિકદ્રષ્ટિથી અને બીજી પગલિક દ્રષ્ટિથી.
આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કર્મરહિત છે, એ દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ છે, અને તાવિક છે. એ દ્રષ્ટિથી વિચાર કરતાં જે જે ક્ષપશમ કે ગુણસ્થાનકે આત્મિક ગુણોનું પ્રગટીકરણ અપૂર્ણ હોય, ત્યાં ત્યાં સ્પષ્ટ સમજાય છે કે, એટલે કર્મભાગ (મલીનતા વાળેભાગ) બાકી છે. કર્મરૂપ મલીનતા તે આત્માના ઘરની નથી. પરંતુ પુદ્ગલના ઘરની છે. પરની છે. એટલે શુદ્ધ સત્તાવાળી નિર્મલ દ્રષ્ટિથી તે પશમ અને ગુણસ્થાનક જડ પુદ્ગલને લઈને બનેલાં છે.
પગલિકદ્રષ્ટિથી વિચારતાં તે આત્મિગુણેના - પશમમાં અગર ગુણસ્થાનકમાં કર્મનું પ્રમાણ જેટલું ઓછું છે, તેટલે જ આત્મગુણ પ્રગટ થયું છે. એવી રીતે ક્ષયપશમની વૃદ્ધિમાં જેમ જેમ આગળ આગળનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, તેમ તેમ કર્મ ઓછાં થતાં જાય છે. જેમ જેમ કર્મનું પ્રમાણ વિશેષ વિશેષ ઘટતું જાય છે, તેમ તેમ આત્મગુણની પ્રગટતામાં વૃદ્ધિ જ થતી રહે છે. એમ થતાં થતાં સર્વકર્મોને