________________
૨૮૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે જેટલા અંશે કર્મથી મુક્ત થાય છે, તેટલા અંશે તેની જ્ઞાનશક્તિ કામ કરી શકે છે.
આત્મા સાથે સંબંધિત કાર્મણવગણના પુદ્ગલમાં, વિવિધ સ્વભાવ ઉત્પન્ન હવાની દ્રષ્ટિથી મુખ્યતઃ તેને આઠ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર અને (૮) અંતરાય.
આત્માની સાથે સંબંધિત થવા સમયે કામણવર્ગણાના પુગલેના, કર્મરૂપે થતા પરિણમનમાં તે પગલેને પ્રદેશસમૂહો, આઠ વિભાગમાં વહેંચાઈ જઈ, તે દરેક ભાગમાં જુદા જુદા સ્વભાવનું નિર્માણ થાય છે. તે સ્વભાવદ્વારા તે કર્મ પુદગલે આત્માને અમુક અમુક પ્રકારની અસર કરનારાં થાય છે. સ્વભાવને અનુલક્ષીને તે કર્મ પુદ્ગલેનાં જૈનશાસ્ત્રમાં - અન્તર્થ નામે નિયત કરવામાં આવ્યાં છે. તે નામે, ઉપરમુજબ આઠપ્રકારે દર્શાવ્યાં છે. કર્મના આ સ્વભાવનિમણને પ્રકૃતિબંધ કહેવાય છે.
કર્મના અસંખ્ય પ્રભાવે આપણે અનુભવીએ છીએ. એટલે તે પ્રભાના ઉત્પાદક સ્વભાવ પણ વાસ્તવિકરીતે તે અસંખ્યાત છે, તે પણ તે સર્વનું શેડામાં વર્ગીકરણ કરીને આઠ વિભાગરૂપે દર્શાવ્યું છે.
જૈનશાસ્ત્રમાં ઉપરમુજબ કર્મની આઠપ્રકૃતિ માનવામાં આવી છે. તે પ્રકૃતિ પ્રાણિને ભિન્નભિન્ન પ્રકારે અનુકૂળ અને પ્રતિકૂળ ફળ આપનારી થાય છે.