________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે ઉપશમચારિત્ર પ્રગટ થાય છે; દર્શન મેહનીય અને ચારિત્ર મેહનીય તે વિશુદ્ધપરિણામથી દબાઈ શકે છે, પરંતુ ઉપશમિત તે કર્મ પ્રકૃતિ કંઈ સદાના માટે ઉપશમિત રહેતી નથી. ઉપશમિત દશામાં પણ તે કર્મપ્રકૃતિને આત્માની સાથે સંબંધ તે છે જ. એટલે એવી પ્રકૃતિ નિમિત્તના અભાવે અગર વિરોધી નિમિત્તે પ્રત્યક્ષ થતાં પુનઃ પ્રગટ થઈ પોતાને પ્રભાવ દેખાડી દે છે. અર્થાત્ ઉપશમભાવ પણ કર્યપ્રકૃતિને વિષય હોઈ આત્માની સ્વભાવદશા નથી, પણ વિભાવદશા છે. | લાપશમિકભાવ, ઔપશમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે, વિકાસની ભૂમિકામાં છે. લાપશમિકભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચલાભ છે. ઔપથમિક ભાવનું સમ્યક્ત્વ અને ચારિત્ર તે આત્મવિકા સને ઉચ્ચત્તર લાભ છે. અને ક્ષાયિક ભાવનું સમ્યકત્વ તથા ચારિત્ર તે આત્મવિકાસને ઉચ્ચત્તમલાભ છે. ઉચ્ચત્તમલાભને પ્રાપ્ત આત્મદશા તે જ સ્વભાવદશા છે. આત્મિકગુણની સહેજ અપૂર્ણતામાં પણ વિભાવદશા જ છે. કારણ કે આત્મિકગુણની અપૂર્ણતામાં આત્મા, પુદ્ગલથી સંબંધિત બને છે. જેથી પુગલની સાથે આત્માની મિશ્રદશા તે વિભાવસ્થિતિ છે. અને પુગલના સગથી આત્માની મુક્તદશા તે સ્વભાવસ્થિતિ છે.
સ્વભાવસ્થિતિમાં આત્માના અનંતજ્ઞાન-અનંત દર્શન -અનતિચારિત્ર અને અનંતવીર્યગુણે, કર્માવરણરહિત