________________
આત્માની વિભાવસ્થિતિ હોવાથી તે ક્ષાયિક ભાવના કહેવાય છે. જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ, ક્ષાયિક (કેવલ) જ્ઞાન અને ક્ષાયિક (કેવલ) દર્શન, દર્શનમેહનીય અને ચારિત્રમેહનીયના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર, અંતરાયકર્મના ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિકભાવનાં દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય એ નવે અપૌગલિક હોવાથી આત્માની સંપૂર્ણ શુદ્ધદશા યા સ્વાભાવિક દશા છે.
આત્મવિકાસનો પ્રારંભ તે જ્ઞાનાદિગુણોના ક્ષાપશમિકપણાથી જ છે. તેપણ મુખ્યથી તે સમ્યકત્વ અને ચારિ ત્રદ્વારા આત્મવિકાસનું માપ કાઢી શકાય છે. માટે જ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન-મન ૫ર્યવજ્ઞાન – ચક્ષુદર્શનઅચક્ષુદર્શન–અવધિદર્શન આદિ, જીવને આત્મવિકાસમાં સાધક છે. અને મતિજ્ઞાન–શ્રતઅજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન તે જીવને આત્મિકવિકાસમાં બાધક છે.
જેમાં કર્મને ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ કે ઉદય, કારણરૂપ નથી, તેવું જીવત્વ-ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિણામિક ભાવ છે. એ ભાવ જીવના સ્વભાવભૂત હેવાથી સદાના માટે ભવ્યમાં ભવ્યત્વ અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવત્વ સાથે રહેવાવાળા છે. | સર્વથા કર્યાવરણરહિત એટલે ક્ષાયિકભાવે વર્તતું જ્ઞાન અને દર્શન, સર્વસર્વમાં સદાના માટે એક સરખું જ હોય છે. એવા જ્ઞાન અને દર્શનને ક્રમશઃ કેવ