________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ લજ્ઞાન અને કેવલદર્શન કહેવાય છે. સ્વાભાવિક દશામાં આત્મા, સર્વજ્ઞ અને સર્વદશી હોય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત સર્વ આત્માનું સર્વજ્ઞત્વ અને સર્વદશીત્વ તે ન્યૂનાધિક હોઈ શકતું જ નથી. અર્થાત્ સર્વમાં બરાબર હોય છે. વિભાવિક દશામાં આત્માના તે જ્ઞાન અને દર્શનગુણ, પુદ્ગલ પરમાણુઓના સમુહથી આચ્છાદિત હોય છે. આચ્છાદિતપણે વર્તતી તે જ્ઞાન અને દર્શનની પ્રભા “વિભાવિક” અથવા ક્ષાપશમિકજ્ઞાન અને દર્શન કહેવાય છે. જેમ જેમ તે પ્રભા વિશેષરૂપે ખંડિત હોય છે, તેમ તેમ ક્ષેપશમ ઘટતે. જાય છે. અને જેમ જેમ તે પ્રભા, ઓછી ખંડિત હોય છે, તેમ તેમ ક્ષપશમની વૃદ્ધિ થતી જાય છે. કર્મથી આચ્છાદિત દશામાં જ્ઞાન અને દર્શનને ક્ષયપશમ અનેક પ્રકારનો હોય છે. અનેકવિધ ક્ષેપશમને અનુલક્ષીને કર્મઉપાધિઓના ભેદાનુસાર, જ્ઞાન અને દર્શનના પણ અનેક ભેદ વર્તતા હોવા છતાં, શૂલપણે શાપથમિક જ્ઞાનના મતિ વગેરે સાતભેદ, અને ક્ષાપશમિક દર્શનના ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શન એમ ત્રણભેદ શાસ્ત્રમાં પાડવામાં આવ્યા છે. તેમાં ક્ષાયિકભાવનું કેવલજ્ઞાન અને કેવલદર્શનને એક એક ભેદ ગણતા સ્વાભાવિક અને વિભાવિક એમ બન્ને મળીને આઠ ભેદ જ્ઞાનના અને ચારભેદ દર્શનના છે. ક્ષાપશકિજ્ઞાનદર્શન યુક્ત આત્મદશા તે વિભાવિક અને ક્ષાયિકજ્ઞાન અને દર્શનયુક્ત આત્મદશા તે સ્વભાવિક દશા છે.
ચારિત્રઅંગે વિચારતાં, ઉદયપ્રાપ્ત રાગ-દ્વેષને ક્ષય થાય અને ઉદયઅપ્રાપ્ત રાગ-દ્વેષને ઉપશમ થાય, એટલે