________________
આત્માની વિભાવસ્થિતિ
૨૭૧ આત્માના વીર્યમાંથી જેટલું વીર્ય, કર્મ વડે અવરાએલું છે, તેટલા વીર્યને આવૃત્તવીર્ય કહેવાય છે. વીર્યંતરાય કર્મના ક્ષેપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલું વીર્ય તે લબ્ધિવીર્ય કહેવાય છે. અને લબ્ધિવીર્યમાંથી જેટલું વીર્ય, મન-વચન અને કાયાગદ્વારા પ્રવર્તે છે, તેને પરિસ્પન્દવીય કહેવાય છે. ઉકળતા પાણીના ચેરૂમાં જેમ પાણું ઉકળતું જ રહે છે, તેવી રીતે આત્મપ્રદેશમાં પણ કર્મના સંબંધથી મન વિગેરેની પ્રવૃત્તિમાં ચાલુ હોવાથી ફુરણ થતી જ રહે છે. જેથી સગી આત્માનું લબ્ધિવીર્ય તે સ્થિર નહિં રહેતાં પ્રકંપિત બને છે. આત્મવીર્યની પ્રકંપિત અવસ્થામાં બળ-શક્તિ અને મન વીગેરેની પ્રવૃત્તિ અનુસાર, ન્યૂનાધિક પ્રમાણમાં કાર્પણ વગણના પુદ્ગલસમૂહ-સ્કને આભા ગ્રહણ કરે છે. કામણવગણનાં પુગલસમૂહ તે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ, જે આકાશપ્રદેશનેવિષે જીવ અવગાહી રહ્યો હોય છે, તે પ્રદેશે જ અવગાહીરહેલ કર્મસ્કંધના દલિકને જીવ ગ્રહણ કરે છે. અનંતર કે પરંપર પ્રદેશાવગાઢ દલિકનું ગ્રહણ જીવ કરતું નથી. વળી તે પુદ્ગલગ્રહણમાં જીવના પિતાના સર્વપ્રદેશને પ્રયત્ન થાય છે. કારણ કે પ્રત્યેક જીવના સર્વ જીવપ્રદેશને પરસ્પર સંબંધ સાંકળના અંકેડાની પેઠે હોવાથી, જેમ કેઈ વસ્તુ ગ્રહણ કરવા માટે અંગુલિ પ્રવતે એટલે કરતલ-મણિબંધ–ભુજા–ખભે એ સર્વ અનંતર પરંપરાએ બળ કરે છે, તેવી રીતે પુદ્ગલ ગ્રહણમાં પણ સર્વ જીવપ્રદેશે અંગે સમજવું. અહિં સાંકળની કડીએનું દ્રષ્ટાન્ત પરસ્પર ભિન્ન નહિં પડવા રૂપ સંબંધની