________________
૧૬૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અનાદિ વ્યાધિથી મુક્ત બન્યા. જેથી તેને તે ગૃહસ્થ ઉપર દ્રઢ વિશ્વાસ થયા કે આ ગૃહસ્થ મારા પરમ હિતેચ્છુ છે. જેથી તેને વાસ્તવિક તત્ત્વની રૂચિ થઈ (સમક્તિની પ્રાપ્તિ થઈ ). તેના અજ્ઞાન( મિથ્યાત્વ )રૂપી નેત્રદોષ દૂર થયા. અને મિથ્યાભાવમાં રમણ કરાવનાર મેહના નાશ થતાં જ તેણે કુત્સિત અન્નવાળું પાત્ર (પૌદ્ગલિક ભાવમાં રમણતા રૂપી પાત્ર) દૂર ફેંકી દીધું. જેથી તે સુખી થઈ થયા. આ દ્રષ્ટાન્તના ઉપનય સુગમ છેઃ
-
કવિવરણ નામે દ્વારપાલ, કે જે શ્રી જૈનશાસનરૂપી મદિરા દરવાજો ખાલે છે, અને જીવ તેમાં પ્રવેશ કરે છે, ( દર્શનમેહનીયક આત્મપ્રદેશ ઉપર પૂર્ણતઃ આચ્છાદિત હાવાથી આત્માના સમ્યક્ત્વગુણ ઢંકાઈ ગયા છે. આ દર્શીનમેહનીયક નુ' આવરણ જરા પણુ તુટી જાય, અર્થાત્ આત્માના સમ્યક્ત્વગુણ લેશમાત્ર પણ પ્રગટ થાય, તે તે આત્મા, સર્વૈજ્ઞકથિત તત્ત્વસ્વરૂપમાં શ્રદ્ધાળુ અને છે. ) ત્યારે તેને એવા ઉપકારી ગુરૂ મળી જાય છે કે જે તેને શ્રદ્ધામૃતનું પાન કરાવે છે. તેના નેત્રમાં સભ્યજ્ઞાનરૂપી અજન લગાડે છે. અને ત્યારપછી તેને સમ્યક્ચારિત્ર રૂપી મહાકલ્યાણક પરમાન્ન (ક્ષીર ) નું ભોજન કરાવે છે. તેવી રીતે તેને રત્નત્રયીની પ્રાપ્તિ થઈ જવાથી તેના સ વિપર્યાસભાવ દૂર થાય છે.
જેવી રીતે આંખામાં કોઈક પ્રકારનુ અંજન કરવાથી ભૂગર્ભમાં રહેલુ ધન દ્રવ્ય દેખી શકાય છે, તેવી રીતે આગમ (સર્વ જીવે પ્રત્યેની સર્વોચ્ચ ભાવકરૂણાના પ્રભાવથી