________________
૨૫૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે છે. આ આત્માને જે ધર્મ છે, તે જ ધર્મનાથ ભગવાનને ધર્મ છે. કેમકે શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત ધર્મનાથ ભગવાનના ચરણકમળનું જેણે શરણ લીધું છે. તેણે આત્મધર્મનું જ અવલંબન લીધું છે. અર્થાત્ ધર્મનાથ ભગવાનનું શરણ પ્રાપ્ત કરનાર જ અન્તર–આત્મતત્ત્વ પ્રાપ્ત કરીને ઈશ્વરત્વ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી આત્માને એ ખબર નથી હોતી કે સ્વયં જ પરમાત્મા છે, ત્યાં સુધી વાસ્તવિક ધર્મની પ્રાપ્તિ નહિં થવાથી કર્મબંધન થતું જ રહે છે. કર્મબંધન રોકાઈ જાય, યા મન્દ પડે અને પરમાત્વભાવ પ્રાપ્ત થવા માંડે ત્યારે જ આત્મામાં ધર્મની ઉત્પત્તિ થવા માંડે છે. એ જ ધર્મનું રહસ્ય છે. કેવલ ધર્મ–ધર્મ કરીને બેલતા-ફરતા આ રહસ્ય સમજતા નથી. આ રીતની ધાર્મિક પ્રવૃત્તિઓ, ધર્મ પ્રાપ્તિમાં સહાયક હેવાથી તે પ્રવૃત્તિઓને “ઉપચાર ધર્મ” કહેવાય છે. નિશ્ચયથી તે તે બાહ્યપ્રવૃત્તિ ધર્મ નથી. ધર્મનું આ રહસ્ય કેવી રીતે સમજી શકાય છે, તે માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી વિમલનાથભગવાનના સ્તવનમાં કહ્યું છે કે
તત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા કે આંજીજી ! લયણ ગુરૂ પરમાત્ર દીએ તબ, ભ્રમ નાંખે સવિ ભાજી | સેવે ભવિયા વિમલ જિનેશ્વર.
આ હકિકતની પુષ્ટિ કરતાં શ્રીમાન્ આનંદઘનજી મહારાજે પણ શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે –