________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૫ જોઈએ, કે જેના દ્વારા જ સ્વસ્વરૂપને ખ્યાલ આવી શકે. પરમાત્મારૂપ તિ વિના કેવલ અજ્ઞાનીઓના કથનરૂપ અજ્ઞાનદ્રષ્ટિથી તે સુખના સાધનરૂપ પરમનિધાન સન્મુખ હોવા છતાં પણ જગત તેને ઉલ્લંઘીને જ ચાલી રહ્યું છે. વળી પણ શ્રી ધર્મનાથ ભગવાનના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે – ધરમ ધરમ કરતે જગ સહુ ફિરે, ધરમ ન જાણે હે મમ જિનેશ્વર; ધરમ જિનેશ્વર ચરણગ્રહ્યા પછી, કેઈ ન બાંધે હે કર્મ જિનેશ્વર,
ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું. અર્થ–આ દુનિયામાં ધર્મ–ધર્મ કરતા કરતા તે બહુ ફરે છે. પરંતુ ધર્મને મર્મ તે જાણતા જ નથી. જેઓ ધર્મનાથ ભગવાનનું શરણું લઈને તેમની આજ્ઞાને સાર જાણવાવાળા પ્રાણી છે, તેવા છે તે ભવભ્રમણના હેતુરૂપ કર્મ બન્ધ કરતા જ નથી. અર્થાત્ અતિનિકાચિત કર્મબંધ કરતા નથી.
સ્વયંને ધમી માની માત્ર બાહ્યક્રિયામાં જ રક્ત બની રહી અહંભાવી થઈને ફરનારાઓ આત્માના અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અને અનન્તવીર્યરૂપ વાસ્તવિક આત્મધર્મના મર્મને તે જાણતા જ નથી. આત્મા કંઈ અન્ય કોઈ ધર્મ નથી, પરંતુ તે અનન્તચતુષ્ક ધર્મવાળા
૧૭