________________
આત્માની સ્વભાવ સ્થિતિ
૨૫૫
છે. જાણવું એ અસાધારણ ધર્મ છે. તથા સ્વચારિત્ર ગુણ દ્વારા આત્મા પોતાના ગુણેમાં રમણ કરે છે, માટે આત્મા સ્વરૂપનુભવી છે. જે કર્તા હોય છે, તે જ ભોક્તા હોઈ શકે છે. પરંતુ જે કર્તા નથી તે ભક્તા હેઈ શકો નથી. જે કર્તા-જ્ઞાતા-ચારિત્રવત અને ભક્તા છે, તે જ પરમેશ્વર છે. પરમેશ્વર ચેતનરાજ ઉપરોક્ત જ્ઞાનાદિના અનન્તનિધિનો પ્રગટ રૂપે ભોગ કરે છે, તે જ આત્માની સંપૂર્ણ સ્વભાવ દશા છે.
જે આત્માના અનંત ચતુષ્કાદિ ગુણે બિલકુલ નિરાવરણ બની પ્રગટ થયા છે, તે જ અવ્યાબાધ સુખનો ભક્તા છે. તે જ પરમેશ્વર છે. અનન્તગુણોની પ્રત્યક્ષતા તે જ ઈશ્વરતા છે. અનંત ગુણનું પ્રગટરૂપે મળવું તે જ ઈશ્વર શેધન યા ઈશ્વર પ્રાપ્તિને તાત્પર્ય છે. આત્માના અનન્તગુણનું સ્વરૂપ તે જ ઇશ્વરત્વ યા ધર્મ છે. મોક્ષપ્રાપ્તિ અગર કૈવલ્ય પ્રાપ્તિ સમયે ઈશ્વરત્વની પૂર્ણતાને પામેલ તે આત્મા, ઈશ્વર બને છે. સર્વ સંસારી આત્માઓમાં પણ આ રીતે ઈશ્વરતા તિભાવે વિદ્યમાન છે. પોતાના જ્ઞાન દર્શનાદિગુણ ક્ષાયિક ભાવે પ્રગટ થાય ત્યારે જ પોતાની અનન્તરિદ્ધિને આત્મા પ્રત્યક્ષરૂપે દેખે છે. જેમ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીને માટે મૃગ, અહીંતહીં દોડ્યા જ કરે છે, કેમકે તેને એ ભ્રમ છે કે આ સુગધ બીજેથી આવી રહી છે. તેવી રીતે અજ્ઞાની આત્મા પણ, પિતાની અનન્તરિદ્ધિને ખ્યાલ નહીં હોવાથી અન્ય સ્થાને સુખપ્રાપ્તિ માટે