________________
૨૫૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો હોવા છતાં પણ ભેદરહિત છે. તેમાં આત્માના જ્ઞાનદર્શન ગુણ મુખ્ય છે. અને વીર્યાદિ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે. આ આત્મા, છ એ દ્રવ્યના ગુણ–પર્યાય ઉદયિકાદિક ભાવને જ્ઞાતા છે, પિતાના જ્ઞાનાદિ અનન્તગુણ લક્ષ્મીને કર્તા છે, અનન્તગુણરૂપ પર્યાયને ભેટતા છે, સ્વપરિણતિરૂપ ઘરને “રમતા” છે, જ્ઞાનાદિ ગુણસમુહને “ગ્રાહક” છે, સ્વધર્મમાં વ્યાપ્ત છે, સ્વપરિણતિને ધારણ કરનારે છે, અર્થાત્ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, સ્વધર્મ સમુહને જ છે. એ સર્વશક્તિએ આત્મામાં સહજરૂપે પ્રવર્તનીય હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાવ એ પંચાસ્તિકાયમાં ચાર અસ્તિકાય “અકર્તા છે. જીવાસ્તિકાય સ્વતંત્રકર્તા છે. જે સ્વતંત્રરૂપે કારણુવલંબી બની કાર્ય કરે તે “કર્તા” કહેવાય છે. એ રીતે જ્ઞાનાદિકાર્યને કર્તા જીવ છે. અન્યદ્રવ્ય તે ઉત્પાદ-વ્યય એવં ધૂયરૂપે પરિણમિત છે, પરંતુ કર્તા નથી. તેનું કારણ એ છે કે જીવસિવાય અન્ય દ્રવ્યના ધર્મ તે તે દ્રવ્યના પ્રતિપ્રદેશમાં છે. તે પ્રદેશમાં રહ્યા છતા જ પ્રવૃત્તિ કરે છે. પરંતુ એક પ્રદેશને અન્ય પ્રદેશ સહાયકરૂપે વર્તન વારૂપ એકત્રિત પ્રવર્તન નથી. જીવદ્રવ્યના સર્વ પ્રદેશ સમુદાય મળીને પ્રવૃત્તિ કરે છે, માટે તે જીવદ્રવ્ય કર્તા છે. કર્તાપણું એ જ ઈશ્વરતા છે. અજીવદ્રવ્યમાં પણ અનન્ત ગુણ તથા અંનતપર્યાય છે. પરંતુ તે પોતાના ગુણને જાણતા નથી. અને આત્મા પિતાના જ્ઞાનાદિ આત્મગુણોને તથા અનન્ત પર દ્રવ્ય અને તેના પણ અનન્ત ગુણોને જાણી શકે