________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૫૩ માપવું તથા સમુદ્રમાં ઉડતી તરંગોને ગણવી એ અસંભવ છે, તે પણ કલ્પનાથી માની લઈએ કે એ પણ શકિતવાન કઈ કદાચ હોય. પરંતુ તેવા શકિતવાનથી આત્માના ગુણોની અનંતતા ગણી શકાતી નથી. તે ગુણની અનન્તતાને કેવલી ભગવાન હતા તેવા છતાં પણ વચનોગથી સંપૂર્ણ રૂપમાં વ્યક્ત કરી શકતા નથી. માટે તે ગુણ અનન્ત છે. એક આત્મામાં જ્ઞાનગુણ, દર્શનગુણ, ચારિત્રગુણ, વીર્ય ગુણ, દાનગુણ, લાભગુ, ૨પરૂપીગુણ, અગુરુલઘુગુણ, અવ્યાબાધગુણ, ઈત્યાદિ અનન્તગુણ છે. તે સગુણ ભિન્ન ભિન્ન પરંતુ સમુદાયરૂપ છે. કેઈ સમયે તે ભિન્નક્ષેત્રી હોઈ શકતા નથી. તે અનન્તગુણ પર્યાને એક પિંડ એ આત્મા છે. માટે એકરૂપ છે.
છવદ્રવ્યમાં જેટલા ગુણ છે, તે સર્વે પૃથપૃથફરૂપે પિતાનું કાર્ય કરતા જ રહે છે. દર્શન દેખવાનું કામ કરે છે. જ્ઞાન જાણવાનું કામ કરે છે. સમ્યકત્વ નિર્ધાર કરવાનું કામ કરે છે. અમૂર્તગુણ અપીપણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વગુણ પિતપોતાના કાર્યના કર્તા છે. કાર્યભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે અભેદરૂપે છે. જેવી રીતે સુવર્ણમાં પીળાપણું, ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાર્ય ધમે કરી ત્રણ પ્રકારે છે. પરન્તુ કેઈસમયે તે ત્રણે ભિન્ન હોતા નથી. ત્રણેનું હોવાપણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે જીવના અનન્તગુણ ભિન્નભિન્ન કાર્ય કરતા હોવા છતાં વસ્તુધર્મથી ભિન્ન નથી. જો કે કાર્યો ભિન્નભિન્ન