________________
૨૫૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
રાજસમૃદ્ધિના ઉપભોગ કરતા તે મ્લેચ્છને એક વખત પેાતાના નિવાસસ્થાન અરણ્યનુ સ્મરણ થવાથી રાજાની આજ્ઞા લઈ પેાતાના નિવાસસ્થાને આવ્યેા. ત્યારે અરણ્ય વાસિઓએ તેને પૂછ્યું કે નગર કેવું હતું ? ત્યાં કેવું સુખ છે? મ્લેચ્છ તે સ વાત જાણતા હોવા છતાં પણ તે સુખની ઉપમા, અરણ્યમાં કોઈ નહી હોવાથી તે સુખ બતાવી શકયા નહિ. આ પ્રમાણે આત્માનું અવ્યાબાધ સુખ પણ અનુપમ છે. કેમકે તે સુખને કોઈપણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. જેમ જન્માંધ મનુષ્ય, સૂર્યાદિકની વ્યાખ્યા કરી શકતા નથી, તેમ અજ્ઞાની જીવ પણ આત્મિક સુખની વ્યાખ્યા કરી શકતો નથી. કેમકે તેનું તેને લેશમાત્ર પણ જ્ઞાન નથી. જેમ યતિનું સુખ, વિશેષ પ્રકારના ક્ષયે પશમ ભાવયુક્ત હોવાથી યતિસિવાય ખીજો કોઈ તેના અનુભવ કરી શકતું નથી. આરાગ્યસુખને રેગગ્રસ્ત પ્રાણી સમજી શકતા નથી, તેમ આત્મિક—અવ્યાબાધ સુખનું તાત્ત્વિક સ્વરૂપ, બુદ્ધિ ગમ્ય નહી. હાવાથી સર્વથા અચિન્હ અર્થાત બુદ્ધિથી અવણૅનીય છે.
જ્ઞાનાદિ ગુણેાની અનન્તતા, આત્મિકનિ લતા, સમકિતી જીવને શ્રદ્ધાગાચર છે, પૂર્વધરને પરાક્ષભાસન ગેચર છે, અને કેવલિને પ્રત્યક્ષગોચર છે. આત્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનન્તજ્ઞાનાદિગુણ છે. એક એક ગુણુના અનંત પર્યાય છે. અને તેમાં અન તસ્વભાવ છે. પરંતુ તે સ તે કેવલજ્ઞાનથી જ જાણી શકાય છે. જેવી રીતે સ્વયંભૂરમણ સમુદ્રના પ્રબલ જળને અજલીથી