________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
અનન્તગુણુપર્યાય, નિરાવરણુ સકલ પુદ્ગલસ`ગરહિત થવાથી, સંપૂર્ણ સત્તા જે તિાભાવીપણે છે, તે પ્રગટ થાય છે. તેના પ્રગટીકરણથી સુખના પ્રમાણને સ્પષ્ટપણે દર્શાવતાં શ્રી વીરવિજયજી મહારાજે એક પ્રભુસ્તવનમાં કહ્યુ` છે કેઃ—
પ્રાપ્ત થવાવાળા આત્માના અવ્યાબાધ
૨૫૦
“તુમ સુખ એક પ્રદેશનુ રે, વિમાવે લાકાકાશ,’
આત્માના એકએક પ્રદેશમાં અનન્તગુણ, અનન્તપર્યાય છે. તે એક પ્રદેશમાં પણ જે અવ્યાબાધ ગુણ રહેલા છે તે અનન્ત છે. કેવલજ્ઞાનીની બુદ્ધિથી પણ જે એક ખંડના બે ખડ ન થઈ શકે તે ખડને વિભાગ કહે છે. અવ્યાબાધ સુખના એવા વિભાગેાનું પ્રમાણ બતાવતાં શ્રી સનદેવાએ કહ્યું છે કે લેાક તથા અલાકાકાશના એક એક પ્રદેશમાં સુખના એકએક અવિભાગ રાખવામાં આવે તે પણ લોકાલેાકરૂપ સ` આકાશમાં સમાઈ શકે નહીં. અર્થાત્ આકાશાસ્તિકાયના સર્વ પ્રદેશથી પણ આત્માના એક પ્રદેશમાં રહેલ સુખના અવિભાગ અંશે અનન્તગુણા છે. અર્થાત્ આત્મિક સુખ અનન્ત છે. જગતના અજ્ઞાની પ્રાણીએ વાસ્તવિક સુખથી અનભિજ્ઞ હોવાથી આત્મિક સુખનું સ્વરૂપ સમજી શકતા નથી. એક માત્ર ઈન્દ્રિય જન્ય સુખને જ સુખ માનીને સુખની અભિલાષાથી માની લીધેલ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોવાથી સુખના ખદલે દુઃખ જ પામે છે. કારણ કે ઇન્દ્રિયજન્યસુખ તે સ્વાધીન નથી.