________________
આત્માની સ્વભાવ સ્થિતિ
૨૫૧ તે તે પરાધીન છે. ઉપચરિત છે. એ સુખ તે પુદ્ગલકર્મને વિપાક છે. પરવસ્તુના કારણુ દ્વારા ઉત્પાદિત સુખ તે શાશ્વત હેઈ શકતું નથી. કેમ કે તે સંયોગિક સુખ હોવાથી સંગના વિયેગમાં તે જ સુખ, દુઃખનું કારણ બની જાય છે. એટલે એવા સુખને સુખ માનવું તે અજ્ઞાનતા જ છે. જે સુખ કેઈપણ ટાઈમે દુઃખનું કારણ બની શકતું નથી, જે સુખથી વધીને બીજું સુખ હોઈ શકે જ નહિ, જે સ્વભાવિક છે, જે કઈ અન્યદ્વારા ઉત્પાદિત નથી, તે સુખ જ સત્ય સુખ છે. એવું સુખ આત્મામાં હંમેશા માટે સત્તારૂપે રહેલું છે. બહારથી આવવાળું નથી. અર્થાત ખુદ પિતાનામાંથી જ પ્રગટ થાય છે. તે સુખ પોતાનામાં જ હોવા છતાં પણ જીવ, અજ્ઞાનતાથી જ્ઞાનશૂન્ય થાય છે. જેથી તેને અનુભવ પણ અજ્ઞાની જીવને માટે તે કઠિન છે. આ વાસ્તવિક સુખને કોઈપણ ઉપમા આપી શકાતી નથી. જેઓએ તે સુખને પ્રાપ્ત કર્યું છે, તેઓને જ તે અવ્યકત સુખને અનુભવ હોઈ શકે છે. તે નીચેના દ્રષ્ટાંતથી સમજી શકાશે.
એક મહાઅરણ્યવાસી મ્લેચ્છ અરણ્યમાં રહેતે હતે. એક વખત પિતાના અધવડે ખેંચાઈને ભૂલે પડેલે એક રાજા તે અટવીમાં આવી ચડે. મ્લેચ્છે તેને જે. સત્કારપૂર્વક તે રાજાને પિતાને સ્થાને લઈ જઈ વિશ્રાંતિને માટે તે રાજાની તેણે બહુ જ ચાકરી કરી. ત્યારબાદ નગરમાં જવા ટાઈમે રાજાએ સ્વેચ્છને પણ પોતાની સાથે લીધે. અને સ્વેચ્છને ઉપકારી સમજી તેને બહુ જ સત્કાર કર્યો..