________________
આત્માની સ્વભાવ સ્થિતિ
૨૪૯
અનન્ત ચારિત્રગુણ તે કરણ, અને ચારિત્રગુણની પ્રવૃત્તિ તે ક્રિયા છે. આ પ્રમાણે ચારિત્રગુણનું ત્રિવિધ પરિણમન જાણવું.
વળી દાન તથા લાભગુણની ત્રિવિધ પરિણતિ અંગે, દાનગુણ તે કરણ, દાનગુણની પ્રવૃત્તિ તે ક્રિયા અને સહુકારરૂપ દાન આપવું તે કાર્ય છે. તે સના સ્વામી આત્મદાતા છે. એવી રીતે લાભગુણ તે કરણ, સ્વરૂપલાભની પ્રાપ્તિ તે કા, અને લાભગુણની પ્રવૃત્તિ તે ક્રિયા છે. વળી ભાગ અને ઉપભોગની ત્રિવિધતામાં, ભોગવવા યેાગ્ય જે પ્રગટ આત્મસ્વરૂપ અનન્ત જ્ઞાનાદિગુણ છે, તે ભાગગુણદ્વારા ભોગવાય છે, માટે ભોગગુણુ કરણ છે. ભોગવવાપણું તે કા છે. અને ભોગગુણુની પ્રવૃત્તિ તે ક્રિયા છે. ત્યાં ભોગવનાર આત્મા ભોકતા છે. આ પ્રમાણે ઉપભોગગુણના વિષય અંગે પણ સમજવુ’.
પેાતાની શક્તિ અનન્તગુણુપર્યારૂપ તેના આધાર આત્મા છે. તથા તે શક્તિના ગ્રાહક પણ આત્મા છે. અને તે શક્તિની વ્યાપક તન્મયતારૂપ અવસ્થાવન્ત પણ આત્મા જ છે. એ પ્રમાણે પ્રગટ થયેલ આત્માના અનેક અભિલાપ્ય તથા અનભિલાપ્ય ગુણની ત્રણે પરિણતિયા પર વિચાર કરીએ તે। પારિણામિકપણાથી જે અવ્યાબાધાક્રિ અનન્ત ગુણના કાર્યના કર્તા, આત્મા છે. ગુણ, કરણ છે. અને કરણનું જે ફળ તે કાર્ય છે. અને ગુણની પ્રવૃત્તિ તે ક્રિયા છે. તે કરણ, કાર્ય અને ક્રિયાના કર્તા આત્મા છે. એ