________________
આત્માની સ્વભાવસ્થિતિ
૨૪૭
સંસારી અને સિદ્ધ સર્વ જીવમાં છે. સંસારી જીમાં આ ગુણનિધાન, કર્માવરણથી આચ્છાદિત છે. અને સિદ્ધ પરમાત્મામાં કર્યાવરણથી રહિત છે. અર્થાત્ પ્રગટરૂપે છે.
જે જીવને આ અનંત ચતુષ્કગુણ પ્રગટ થઈ ગયેલ છે, તે જીવેમાં પણ પ્રગટ થયાની પહેલાં અનાદિકાળથી તે ગુણ કર્યાવરણદ્વારા આચ્છાદિત હતા. પરંતુ એ આવરણો હટી જવાથી તે ગુણ તેઓમાં પ્રગટ થઈ ગયા છે. આ અનન્તગુણનો અધિપતિ આ આત્મા, પાંચલબ્ધિસહિત પણ છે. તેમાં જ્ઞાનાદિ અનન્તગુણની પ્રવૃત્તિમાં અન્યનગુણ જે સહાય કરે છે, તે “દાનલબ્ધિ ” છે. જે ગુણને જે ગુણની સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે “લાભલબ્ધિ” છે. પિતાના જ્ઞાનાદિ અનન્તગુણને ભેગવવા તે “ભેગલબ્ધિ ” છે. જ્ઞાનાદિ અનન્તગુણના પર્યાને સમયે સમયે ઉપભોગ. કરાવે તે “ઉપગલબ્ધિ” છે. સર્વગુણની પ્રવૃત્તિરૂપ સ્વરૂપમણમાં અપ્રયાસે–સહજપણે અનન્ત આત્મશક્તિની કુર્ણ સહાયતા તે “વીર્યલબ્ધિ” છે.
તાત્પર્ય એ છે કે સ્વરૂપનું દાન, સ્વરૂપને લાભ, સ્વગુણને ભેગ, સ્વપર્યાને ઉપભોગ, સ્વ સર્વપરિણતિસહકાર શક્તિરૂપ વીર્ય, એ પ્રમાણે પાંચે લબ્ધિઓ આત્મામાં હોય છે.
ઉપરોક્ત ગુણ તથા લબ્ધીની વિવિધતા આ પ્રમાણે છે. આત્માના ગુણ અનન્ત છે. તેમાં મુખ્ય ગુણ ઉપયોગ છે. તે ઉપગ ગુણમાં પણ જ્ઞાનપગ પહેલે છે. માટે સર્વ પ્રથમ એ જ્ઞાનગુણ ઉપર વિચાર કરે જરૂરી છે.