________________
૨૫
આમાની સ્વભાવ સ્થિતિ સાથે જાણે છે, અને દેખે છે. જે અતીતકાળમાં થયા છે, અને ભવિષ્યકાળમાં થશે, તે અછતા પદાર્થ કહેવાય છે.
અતીત અને ભાવિ, સર્વ પદાર્થ, પિતપિતાના સમયમાં જે પ્રકારે રહે છે, તે પ્રકારે વર્તમાનકાળમાં કેવળજ્ઞાની કેવળજ્ઞાન દ્વારા જાણે છે. જે એ જ્ઞાન, એક જ સમયમાં એકી સાથે સર્વ પદાર્થોને જાણી શકતું ન હોય, તે તે એક પણ પદાર્થને કઈ સમયે જાણી શકે નહિ. કેમકે એક પદાર્થોમાં અનન્ત પર્યાય હોય છે, તે સર્વને કેવળજ્ઞાની જે એક પછી એક, કમથી જાણવા માંડે તો તે દીર્ઘકાળ સુધી પણ જાણ ન રહે. માટે ત્રણે કાળના સર્વ પદાર્થોને એક સમયમાં જ કેવળજ્ઞાની જાણી શકે છે.
આ કેવલજ્ઞાને પગ અને કેવલદર્શને પગ દ્વારા આત્મા, પાતાની શક્તિને પ્રકાશિત કરે છે. અને વિશ્વના સમસ્ત પદાર્થોને આવા જ્ઞાન અને દર્શન દ્વારા જાણે છે, તથા દેખે છે. આટલે વિકાસ જ્યારે આત્માને થઈ જાય, ત્યારે તેને પૂર્ણ વિકાસ થયે સમજ. અને ત્યારે જ તે પૂર્ણજ્ઞાની યા સર્વજ્ઞ અને સર્વદશી કહેવાય છે.
હવે ચારિત્રઅંગે વિચારતાં અનન્તવસ્તુઓ પ્રત્યે ક્રોધાદિ કષાયના સર્વથા ત્યાગને અનન્તચારિત્ર કહેવાય છે. ચારિત્રગુણ અનન્તપર્યાય યુક્ત છે. પોતાના આત્માના સર્વ પર્યાય તે સ્વધર્મ છે. તથા પિતાથી ભિન્ન એવા અજીવ દ્રવ્યના ધર્મ તે પરધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ, એ જ ચારિત્રની પરિણતિ છે. પરરમણતા નિવારી,