________________
૨૪૬
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો સ્વશક્તિ ચેતના વીર્યાદિની પરિણતિને પરભાવથી રોકી સ્વરૂપમાં રાખવી, તે જ ચારિત્રની અનન્તતા છે. સર્વ જેથી અનંતગણું ચારિત્રના ખુલ્લા વિભાગની એક વર્ગણ થાય છે. એવી અનેક વર્ગણાઓને એક સ્પદ્ધક થાય છે. એ સર્વ સંયમસ્થાનકનાં અસંખ્યષણુણવિધિથી અસંખ્યષગુણ કરવાથી સર્વોત્કૃષ્ટ સંયમસ્થાનક થાય છે. તે ચારિત્રના અવિભાગની અનન્તતા છે. તે સર્વ ચારિત્રગુણ, નિરાવરણ થવાથી ચારિત્રની અનન્તતા થાય છે. એ પ્રમાણે કષાય તથા પુદ્ગલફળઆશંસારૂપ દોષરહિત એવું સ્વરૂપસ્થિરતારૂપ જે ચારિત્ર, અનન્ત પર્યાયાત્મક, અકષાયતા, અસંગતા, પરમક્ષમા, પરમમાર્દવ, પરમ આર્જવ, પરમ નિર્લોભતા રૂપ સ્વરૂપ એકત્વ, ચારિત્રધર્મ, આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપકપણાથી રહે છે. એવી રીતે આત્માનું જે સર્વોત્કૃષ્ટવીર્ય, તેના બુદ્ધિરૂપ શસ્ત્રથી ખંડ કરવામાં આવે તે અનન્ત સૂમભાગ તેમાં હોય છે. માટે તેને અનન્તવીર્ય કહેવાય છે.
અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર અને અનનવીર્યની પ્રવૃત્તિ, અન્ય ગુણને સહાયરૂપે પ્રવર્તે છે. તેમાં વિર્યગુણ તે સર્વગુણને સહાય કરે છે. જ્ઞાનગુણના ઉપગવિના વીર્યની પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે વીર્યને સહાયકરનાર તે જ્ઞાનગુણ છે. તથા જ્ઞાનમાં મગ્ન રહેવાનું ચારિત્રની સહાયતાથી થાય છે. અને પરરમણ ન થાય તે ચારિત્રને જ્ઞાનની સહાય છે. એ પ્રમાણે એક ગુણને અનન્ત ગુણ સહાયક હોય છે. આ અનન્તગુણનિધાનસમૂહ,