________________
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે (જાણવાલાયક પદાર્થ) અનન્ત હોવાથી અનન્તરેયના વિશેષ ધર્મ અને સામાન્યધર્મને જાણવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન એક એક હોવા છતાં પણ તેને અનન્તજ્ઞાન અને અનઃદર્શન કહેવાય છે. અર્થાત્ તે બન્નેનું અનન્તપણું અનંત યને અવલંબી છે.
ત્રણે લોકમાં રહેલા દ્રવ્યની અતીત–અનાગત અને વર્તમાન કાળની ઉત્પાદ-વ્યય અને ધૃવરૂપ ત્રણ પ્રકારની પરિણતિ સકળ સમયમાં જેના વડે જીવ જાણી શકે છે, તેને અન્તરહિત અનન્તજ્ઞાન અને અનન્તદર્શન કહેવાય છે. વસ્તુને ભાવ તે વિશેષ અને સામાન્ય એમ બન્ને યુક્ત હોય છે. કેમકે સર્વ પદાર્થ સામાન્ય અને વિશેષરૂપે છે. દ્રવ્યમાં. વિદ્યમાન વિશેષ ધર્મ, અનન્ત હોવાથી સામાન્યધર્મ પણ
અનન્ત છે. સામાન્ય વિના વિશેષ હોઈ શકતું નથી, અને વિશેષરહિત સામાન્ય હોતું નથી. પરંતુ એ બનેપણું વસ્તુમાં સંલગ્ન જ છે. માટે બનેની અનંતતા છે. અનન્તયના વિશેષ ધર્મને જાણવાવાળે આત્માને જે ગુણ છે, તે અન
તજ્ઞાન છે. એ પ્રમાણે અનન્તયના સામાન્યધર્મને જાણ વાવાળા જે ગુણ આત્માને છે, તે અનન્તદર્શન છે. જ્ઞાન, આત્માને મુખ્યગુણ છે. શેયને જાણવું તે જ્ઞાનનો ધર્મ છે. વિવક્ષિત સમયમાં કેવળજ્ઞાન વડે અનન્ત અતીત–વર્તમાન અને અનાગતધર્મ સમજી શકાય છે. તેમાં જે હુઆ, હશે, અને છે, તે ધર્મ, શેયના છે. પરંતુ તે સર્વને જાણવાને. ધર્મ જ્ઞાનમાં છે. તે જ્ઞાનદ્વાર જ આત્મા, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં છતા અને અછતા સર્વ પદાર્થોને એક