________________
૧૮ આત્માની સ્વભાવસ્થિતિ
અનંત પ્રદેશી એવું જીવદ્રવ્ય તે જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અનંત ગુણવાળું છે. તેના પ્રત્યેક ગુણમાં અનન્ત પર્યાય છે. તે સર્વ, જીવદ્રવ્યની સાથે અવિનાશી ભાવથી સંબંધિત છે. દરેક જીવે પિતાના આત્માના વિષયમાં એવું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આત્માને બધનથી મુક્ત કરવાને માટે પ્રયાસ કરી શકાય છે. જેમ લક્ષવિના છેડેલું બાણ નિરર્થક છે, તેમ આત્મસ્વરૂપના લક્ષવિના કરાતી સર્વપ્રવૃત્તિઓ નિરર્થક બને છે.
આત્મસ્થિતિ પર વિચાર કરવાના સમયે, દ્રષ્ટિ બે સ્થિતિઓ પર જાય છે. (૧) સ્વભાવસ્થિતિ અને (૨) વિભાવ સ્થિતિ.
શુદ્ધચેતનાભાવની મર્યાદામાં આત્માની જે સ્થિતિ હોય છે, તે સ્વભાવસ્થિતિ છે. એવી સ્વભાવસ્થિતિથી વિપરીત જે સ્થિતિ વતે છે, તે વિભાવસ્થિતિ છે. સ્વભાવસ્થિતિને વિચાર જાગૃત થાય તે જ વિભાવસ્થિતિને વિભાવરૂપમાં સમજી શકાય છે. પ્રકાશને સ્વરૂપને સમજે તે જ અંધકારને અંધકારરૂપમાં સમજી શકે. તેવી રીતે જે જીવોને સ્વભાવસ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એ જીવ, વિભાવસ્થિતિમાં હોવા છતાં પણ વિભાવતા સમજી શકતા નથી. તેઓને એ ખ્યાલ નથી હોતો કે એ વિભાવસ્થિતિ ત્યાજય છે. અને તેથી જ વિભાવસ્થિતિની ભયંકરતા તથા તેના ફળસ્વરૂપે ભેગવાતી