________________
૨૪૦
ખ્યાલ
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો યા સ્યાદ્વાદદ્રષ્ટિ હોવી જોઈએ. કેટલાંક કાર્યો બહારથી નિષેધરૂપ હોવાછતાં, ધર્મના રક્ષણમાટે એવાં નિષેધ કાર્યો કરવામાં પણ, આધ્યાત્મિક દ્રષ્ટિએ લાભ દર્શાવ્યો છે.
(૧) ઠાણાંગ સૂત્રમાં તથા બૃહત્કલ્પસૂત્રમાં કહ્યું છે કે કાદવમાં તથા જળમાં ખૂચેલી સાધ્વીને બહાર કાઢતાં થકો, સાધુ – સાધ્વીના પગમાં કાંટો કે ખીલે વાગે અથવા આંખમાં રજ પડે અને કોઈ કાઢનાર ન હોય તે તેઓ પરસ્પર કાઢે.
(૨) શ્રી આચારાંગ સૂત્રમાં સાધુને નદી ઉતરવાની તથા ખાડામાં પડી જાય તે ઝાડની ડાળી કે ઘાસ વગેરે પકડીને બહાર નીકળવાની આશા છે.
(૩) શ્રી ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે કે શિષ્યની પરીક્ષા કરવા સારુ, ગુરૂ, તેના પર ખોટા દોષ આપે.
(૪) રાયપસણું સૂત્રમાં, ચિત્રપ્રધાને કપટ કરીને ઘડા. દોડાવી પ્રદેશ રાજાને શ્રી કેશીગણધર મહારાજાની પાસે ઉપદેશ પમાડવા લઈ ગયા. તેમાં અનેક જીવને ઘાત થયે હોવા છતાં, શુધ્ધ પરિણમી હોવાથી તેને ધર્મની દલાલી કહી છે. પણ પાપની દલાલી કહી નથી.
(૫) શ્રી જ્ઞાતાસૂત્રમાં શ્રી સુબુદ્ધિપ્રધાને શ્રી જિતશત્રુ રાજાને સમજાવવા સારૂ, ગંદાપાણીને સાફકરવા હિંસા. કરી તે પણ ધર્મના વાસ્તે કહી છે.