________________
૨૩૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
જ્ઞાન જાણતા હોવા છતાં પણ પાણીમાં ડુબી જઈ પ્રાણને ગુમાવે છે.
વળી નિશ્ચયનયના ત્યાગ કરી એકલા વ્યવહારનય જ માનવાથી પણ યથાજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. અને યથા તત્ત્વજ્ઞાન વિના, મેાક્ષ પ્રાપ્ત થઈ શકતું નથી.
માટે જ આગમમાં “જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષ ઃ ” કહ્યું છે. જેમાં જ્ઞાનાંશ તે નિશ્ચય અને ક્રિયાંશ તે વ્યવહાર છે. તે બન્નેથી જ મેાક્ષ થાય છે. કોઈ એકથી મેાક્ષ થતા નથી. આત્મિક ઉત્થાન કંઈ આપે!આપ સધાતું નથી. તે માટે કેટલાક નિયમને અનુસરવુ પડે છે. અને અનુભવીએના ઉપદેશ મુજબ જીવનચર્યા ઘડવી પડે છે. આવી જીવનચર્યામાં અનેક પ્રકારના શાસ્ત્રીય વિધિ નિષેધાને અનુસરવાનું અને આધ્યાત્મિક તાલીમ લેવાનુ પ્રાપ્ત થાય છે. તેવા આચરણને વ્યવહારમા કહેવાય છે. એવા વ્યવહારો ના હેતુ, મહાપુરૂષાએ નિર્મિત વિધિ-નિષેધાના મા અનુસરણમાં એક માત્ર રાગ-દ્વેષની પરિણતીને નબળી પાડવાના છે. વિધિ-નિષેધના સર્વ સામાન્ય નિયમે તે ઉત્સ`મા` છે. ધારી મારૂપ છે. રાગ-દ્વેષની પરિણતીને નબળી પાડવાના હેતુએ ગ્રહણ કરાતા ઉત્સગ માર્ગોમાં, સયેાગ વશાત્ રાગ-દ્વેષ ઓછા થવાના બદલે વૃદ્ધિ પામવાનું કોઈ નિમિત્ત ઉપસ્થીત થઈ જાય તે, તેવા ટાઈમે જ્ઞાનીઓની આજ્ઞાનુસાર તે મામાં પલ્ટો પણ કરવા પડે, તેને અપવાદમાર્ગ કહેવાય. એટલે ઉત્સગ કે અપવાદમા અંગેનુ