________________
૧૮૨
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જો
વિકૃત દશા, અને મેક્ષ એટલે નિવિકારી દશા. મેાક્ષ એ કોઈ ઉત્પન્ન થનારી ચીજ નથી. કારણ કે તે તો આત્માના શુદ્ધ સ્વરૂપના આવિષ્કાર રૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાદુર્ભાવ એ જ મેાક્ષ છે. એ નવીન નથી. અસત્ ઉત્ત્પન્ન થતું નથી. માત્ર આવરણથી આચ્છાદિત થયું હતું, તે આવરણના સથા ક્ષયથી પ્રગટ થયું. આ રીતે આત્માના મેાક્ષ છે.
(૬) મનેાભૂમિ ઘણી ઘણી સાફ કરી, તેમાં સદ્વિચારરૂપી હળની ઉંડી રાંપ નાખીને અંદર રહેલા કામ, ક્રોધ, ભય, ઈર્ષ્યા, ઈચ્છા, અભિમાન આદિ નિરૂપયેાગી અને સ`સાર પ્રવાહને આડે માર્ગે દોરનારાં બીજોને કાઢી નાખવાના પ્રયત્ન, એજ મેાક્ષના ઉપાય છે. તે ઉપાય નીચે મુજબ ક્રમથી પ્રાપ્ત થાય છે.
આત્માની વિશુદ્ધ દશાનું ભાન કરાવનાર આપ્ત પુરૂષો (વીતરાગ)નાં વચનસ'ગ્રહરૂપ સિદ્ધાન્ત સાંભળવાની અને તેના પ્રત્યે અડોલશ્રદ્ધા રાખવારૂપ સમ્યગ્દર્શનગુણની પ્રાપ્તિ, આત્મામાં પહેલી કરવી જોઈ એ. સિદ્ધાન્તના શ્રવણથી, ત્યાગ કરવા ચેાગ્ય અને ગ્રહણ કરવા યેાગ્યનું જ્ઞાન થાય. જ્ઞાનથી પ્રત્યાખ્યાન વિશેષ નિશ્ચયાત્મક ગ્રહણ, અને પાપનો ત્યાગ થાય. પચ્ચક્ખાણુથી વિભાવદશાના ત્યાગરૂપ સંયમની પ્રાપ્તિ થાય. સંયમથી નવીન ક ઉપાર્જનના રોધ થવારૂપ અનાશ્રવ થાય. અનાશ્રવથી આત્મ ઉપયાગની જાગૃતિ વિશેષ થાય. આંતર સ્નેહુ ચીકાશ-રાગ તેથી સુકાઈ જાય, અને