________________
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
૨૧૧ સંસારિક સુખ પ્રાપ્તિમાં આ સપ્તભંગી ઉપયોગી છે કે કેમ? રોજીંદા જીવનમાં એની સમજણથી કંઈ લાભ મેળવી શકાય તેમ છે કે કેમ? એ વાતને જરા બુદ્ધિગમ્ય રીતે વિચારવાથી તેની યોગ્યતા અને આવશ્યક્તા સ્વીકારવા સમજુ મનુષ્ય અવશ્ય પ્રેરાશે.
એક વાત તે નિશ્ચિત છે કે કોઈ પણ બાબત અંગે આપણે જુદી જુદી સાત રીતે વિચારતા થઈએ તે તેથી રોજીંદા જીવનમાં વ્યવહારિક આચરણના નિર્ણય અંગે આપણને ઘણી જ અનુકુળતા મળી રહે છે. એ રીતે પ્રાપ્ત સહાયનું સ્પષ્ટ દર્શન કરવાના હેતુએ એક બીજા દ્રષ્ટાંતને સહારો લઈએ. આ માટે એક કલ્પિત હકિત તથા પાત્રની આપણે રચના કરીએ. આ હકિકત તથા તેમાં કહેવાતા કેઈપણ જીવંત વ્યકિત સાથે ભૂત-ભવિષ્ય કે વર્તમાનને કશેય સંબંધ નથી. માત્ર સપ્તભંગીની ઉપયોગીતાને સરલતાથી સમજવા પૂરતી જ કલ્પિત હકિકત લઈએ છીએ.
કોઈ અમુક સ્થળે, અમુક ટાઈમે, જીવનની નિષ્પગી જરૂરીયાતને પિષવા માટે કેઈએ રૂપિયા વીસ હજારની ઉઠાંતરી કરી છે. પોલીસને ખબર મળતાં તે જગ્યાને પંચકયાસ કરી તેની ફરીયાદ રજુ કરાઈ છે. બિનપાયાદાર શંકાના કારણે પોલીસે એક ખાનદાન કુટુંબના સજ્જન માણસની ધરપકડ કરી છે. તેના ઉપર જોર જુલ્મ કરવા વડે તે કેસને પિોલીસે મજબૂત બનાવ્યું છે. ન્યાયાધીશની કેટેમાં તે કેસ ચાલી રહ્યો છે. ફરીયાદી પોલીસ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને