________________
૨૦૯
અપેક્ષા ચતુષ્ક અને સપ્તભંગી
આપણું વ્યવહારિક જીવનમાં ઘણી વખત એવા પ્રસંગે બનતા આપણે જોઈએ છીએ કે અત્યંતર રીતે વર્તતી લાગણને વચચ્ચારપણે આપણે દર્શાવી શકતા નથી. દીર્ઘકાળના વિયેગબાદ અકસ્માત કેઈ સંબંધીને ભેટો થઈ જવા ટાઈમે મિલનને આનંદ એ બની રહે છે કે, તે ટાઈમે આપણે કહેવું જ પડે છે કે એ આનંદ અવર્ણનીય છે. એ આનંદની સમજણ અને અનુભવ તે પિતાને હોય છે. પરંતુ તેને વ્યક્ત કરવા માટે ચોક્કસ શબ્દો મળી શકતા નથી. આનંદ સિવાયના બીજા પણ ઘણા પ્રસંગોએ આવું બને છે. એમ અહીં ઘડાના સંબંધમાં કેઈ આપણને એમ કહે કે “છે અને નથી” એમ નહિં, પણ એક જ સ્પષ્ટ વાત આ ચોથા ભંગદ્વારા કરે. તે આપણે એને કહીશું કે એકી સાથે “છે અને નથી” એવું બતાવતે કઈ એક જ શબ્દ, ભાષામાં નથી. એટલે આ વાત અવ્યક્ત છે. વર્ણન કરી શકાય તેવી નથી.
ભંગ-પાંચમે ચાર ચાંદ્રવક્તવ્ય જૈવ ઘટ સ્થાત્ + અસ્તિ+એવ+સ્યાઅવક્તવ્ય+ચ+એવ+ઘટઃ ! આને અર્થ એ થાય છે કે-કથંચિત્ ઘડો છે જ, અને કથંચિત્ ઘડો અવક્તવ્ય છે જ. આમાંના અવક્તવ્ય શબ્દ અંગે વિચારાયું કે જેમાં બે પરસ્પર વિરોધી ગુણધર્મો હોય, તે વસ્તુને તે બન્તરૂપે એક જ વખતે અને એક જ રીતે સમજાવી શકાતી. નથી. આ પાંચમા ભંગમાં એમ કહે છે કે ઘડે સ્વચતુષ્ટયની. અપેક્ષાએ “છે,” એવી નિશ્ચિત વાતને કર્યા પછી, સ્વ–પર ૧૪