________________
૨૨૫
પાંચ સમવાય કારણે
જે તુમ ધ્યાતાં શિવસુખ લહીયે, તે તમને કઈ ધ્યા; પણ ભવસ્થિતિ પરિપકવ થયાવિણ કેઈન મુકિત જાવે,
હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજે. અહિં સ્તવનકારને પણ કહેવાને ઉદ્દેશ એજ છે કે, ત્રીજા યા ચોથા આરામાં ભવ્યજીને પુરૂષાર્થ હોવા છતાં પણ ચરમાવત્ત અવસ્થા સિવાય મોક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી. આ ચરમાવત્તકાળને બૌદ્ધો “બોધિસત્વ” કહે છે, સાંખ્ય દર્શની તેને “નિવૃત્ત પ્રકૃત્યાધિકાર” કહે છે. અને અન્યદર્શનીએ “શિષ્ટ ” કહે છે.
ત્રીજા યા ચોથા આરામાં ગરમાવર્તાને પામેલા ભવ્યાત્માઓ પણ ચરમાવર્તાને પામવા માત્રથી જ મોક્ષપ્રાપ્તિ કરી શકતા નથી. તેને પણ મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગ્દર્શનપ્રાપ્તિ, અનંતાનુબંધી વગેરે કષાયનેક્ષય, શ્રેણ્યારેહ, આવાજિકરણ, સમુઘાત, શૈલેશિકરણ ઇત્યાદિ પૂર્વકમ હેવાં જોઈએ. ઉપરોકત રીતની આત્મશુદ્ધિ અચરમાવર્ત કાળમાં. હોઈ શકતી જ નથી. પણ ચરમાવર્તાકાળે તે મેક્ષપ્રાપ્તિ માટેનાં સમ્યગદર્શનાદિ પૂર્વકૃત્ય હોવાં જ જોઈએ. આ પૂર્વકૃત્ય પણ કેઈને પૂર્વભવથી કમશઃ ચાલ્યાં આવે છે, અને કેઈને તેજ ભવમાં મુકિતગમનના નજીકના પૂર્વ સમયનાં પણ હોય છે. ઉપરોકત પૂર્વકૃત્ય પણ આત્મવીર્ય ફેરવવારૂપ ઉદ્યમ વિના થઈ શકતાં નથી. એટલે ઉદ્યમ યા પુરૂષાર્થ પણ એક્ષપ્રાપ્તિનું જરૂરી કારણ છે.
- આ પાંચે કારણે પૈકી કે ચાર કારણે પ્રત્યે. ઉપેક્ષાવંત બની, કાર્યસિદ્ધિમાં કેઈ એક જ કારણને માની ૧૫