________________
૨૩૦
આત્મવિજ્ઞાન-ભાગ ૨ નામ “અપવા કહેવાય. આ દ્રષ્ટાંત ઉપરથી ઉત્સર્ગ અને અપવાદની હકીકત સરલતાએ સમજી શકાસે.
અહિં એક વાત લક્ષમાં હોવી જોઈએ કે આ ઉત્સર્ગ અને અપવાદમાં જે વખતે જેની જરૂર હોય તે વખતે તે કામ લાગવું જોઈએ. ઉત્સર્ગની જરૂર વખતે ઉત્સર્ગ, અને અપવાદની જરૂર વખતે અપવાદ હવે જોઈએ. પરંતુ ઉત્સર્ગની જગાએ અપવાદ, અને અપવાદની જગાએ ઉત્સર્ગને ઉપયોગ કરવા જાય તે કાર્યસિદ્ધિને નષ્ટ કરનાર બને છે. ઉત્સર્ગ તે ધેરી માર્ગ બતાવે છે. જ્યારે અપવાદ તે ગૌણ માર્ગદર્શક છે. જેટલા ઉત્સર્ગનાં વચને છે, તેટલાં જ અપવાદનાં વચન છે. એકલા ઉત્સર્ગ કે એકલા અપવાદનો આગ્રહ નહિં હવે જોઈએ. તેના ઉપયોગની સમજણ સાપેક્ષ હોવી જોઈએ. એ સાપેક્ષ સમજણને જ સ્યાદ્વાદ કહેવાય છે. સાપેક્ષ સમજણથી જ કાર્યસિદ્ધિની સરલતા સર્જી શકાય છે.
નાના નગમાદિ સાત વિભાગે, તથા દ્રવ્ય અને પર્યાયરૂપ બે વિભાગે, તે સંસારિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિચારમૂલક તત્ત્વજ્ઞાનની વાતે અંગે છે. જ્યારે તે બને ક્ષેત્રે આચરણ માટેની કાર્યમૂલક બાબતેની વિચારણા માટે તે આ નિશ્ચય અને વ્યવહારનય જ ઉપયોગી છે. તેમાં નિશ્ચય નય તે સાધ્યસ્થિતિ પ્રત્યે લક્ષિત બની રહેવા માટે છે. અને વ્યવહારનય તે સિદ્ધિપ્રાપ્તિના સાધનની ઉપયેગીતા અંગે છે. જેઓ સાધ્ય પ્રત્યે જ માત્ર લક્ષિત બની રહી, સાધનની ઉપેક્ષા કરે છે, તેઓ સાધ્યસિદ્ધિને