________________
આધ્યાત્મિક ક્ષેત્રે નિશ્ચય-વ્યવહાર
૨૩૫
અશુદ્ધ કહેવાય છે. અશુદ્ધવ્યવહાર ત્યાજ્ય છે. વળી આત્મસ્થિરતાની પ્રાપ્તિની દશા તે શુદ્ધ નિશ્ચયની છે. અને જ્યાં સુધી સ્થિરતા રહી ન શકે, ત્યાં સુધી વ્યવહારનું આલંબન લેવુ જરૂરી છે. મતલબકે શુદ્ધવ્યવહારનય તે કારણરૂપ છે. અને શુદ્ધનિશ્ચયનય તે કાર્યની સિદ્ધિસ્વરૂપ છે.
જેટલી ધાર્મિક ક્રિયાએ છે, યા વિધિનિયાજીત કાર્યાં છે, તે સર્વે, વ્યવહારદ્રષ્ટિની અપેક્ષાએ છે. જ્યાંસુધી આત્માનુભવ ન થાય, યા આત્મતલ્લીનતા પાપ્ત ન થાય; ત્યાં સુધી શુદ્ધવ્યવહારની અપેક્ષાએ, ક્રિયાએ રૂચિપૂર્ણાંક કરવી જોઇએ. અને વ્યવહારનયના આદર કરવા જોઇએ. ઉપાધ્યાય શ્રી યજ્ઞેશવિજયજી મહારાજે સ્વરચિત અધ્યાત્મમતે પરીક્ષામાં કહ્યું છે કે ઃ—
तदुभयक्षया देव मोक्षोत्पत्तिः इति सर्वेषां वादिनामभिमतं तथा च द्वियो पाप एवं प्रवर्तितव्यम् ज्ञाननिष्ठतया, क्रियानिष्ठतया, तपोनिष्ठतया, एकाकितया, अनेकाकितयाकयेन येनोपायेन माध्यस्थ्य भावनया समुज्जीवति स स उपायः सेवनीयः नात्र विशेषाग्र होविधेयः
"
અર્થાત્ રાગ અને દ્વેષના વિલય થવાથી જ મેાક્ષ પ્રાપ્ત થાય છે, એ બધાય દનાના સિદ્ધાન્ત છે. માટે રાગ અને દ્વેષને જીતવાના ઉપાયને જ આપણે આદર કરવા જોઈએ. પછી ભલે ! તે જ્ઞાન હોય, ક્રિયા હોય, તપ હોય, એકલા કરે, યા કેઇની સાથે રહીને કરે તેમાં આગ્રહ . કરવાની કોઈ આવશ્યકતા નથી.
આ સકિકતના સાર એજ છે કે આત્માના મૂળ સ્વરૂપને, તાત્ત્વિક યા શુદ્ધ સ્થિતિને, લક્ષ્યમાં રાખનારી જે