________________
૨૩૪
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે. સ્કિતો વિશ્વનાત્મા, ત્રિકતવ્ય સંઘવહારતઃ | शुद्धयत्यलिप्तया ज्ञानी, क्रियावान् लिप्तयादशा ।।
અર્થાત–નિશ્ચયથી આત્મા અલિપ્ત છે, શુદ્ધ છે. પરંતુ વ્યવહારદ્રષ્ટિથી આ આત્મા લેપાયમાન છે. જ્ઞાની પુરૂષ સદૈવ નિશ્ચયદ્રષ્ટિથી, એ જ સમજે છે કે હું સિદ્ધ ભગવાનની માફક, કર્મોથી નિર્લિપ્ત છું. કેવળ વ્યવહારિક દ્રષ્ટિથી તે પિતાને લેપાયમાન માની તદનુસાર કિયામાં પ્રવૃત્તિ કરી શુદ્ધ અને નિર્લિપ્ત બની જાય છે.
જેમ મહેલ પર ચઢવાને માટે સીડીની આવશ્યકતા રહે છે, તે વ્યવહારરૂપ છે. ઉપર પહોંચ્યા પછી તે સીડીને છોડી દેવી પડે છે. અને ત્યાં જે કાર્ય કરવાનું હોય તે કરાય છે, તે નિશ્ચય છે. તેવી રીતે જ આત્માને પોતાના શુદ્ધસ્વરૂપમાં પહોંચવા માટે આલંબનની જરૂર રહે છે, તે વ્યવહાર છે. આ ગ જ્યારે આલંબનને છેડી સ્વસ્વરૂપમાં લય બની જાય છે, તે નિશ્વય છે; સાધ્ય છે, કાર્ય છે. ત્યાં પછી વ્યવહારરૂપ સાધનની આવશ્યક્તા રહેતી નથી.
જે જીવે મોક્ષ પામી ગયા છે, પામે છે, અને પામશે, તે સર્વ, પ્રથમ વ્યવહારનયને આશ્રય લઈ પછી નિશ્ચયના આશ્રયે સિદ્ધિને પ્રાપ્ત કરે છે, કરી છે અને કરશે. જે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં સહાયક બની શકે તે જ સાચે વ્યવહાર છે. અન્યથા અશુદ્ધ વ્યવહાર છે. જે વ્યવહાર, નિશ્ચય દ્રષ્ટિતરફ લઈ ન જાય અને નિશ્ચયના અનુભવમાં સહાયક ન બને, તેવા વ્યવહારને શુદ્ધવ્યવહાર નહિ કહેવાતાં