________________
૧૭ આધ્યાત્મિક ક્ષેત્રો નિશ્ચય-વ્યવહાર અને ઉત્સર્ગ–અપવાદ
હવે આધ્યાત્મિક ફોટો નિશ્ચય અને વ્યવહારદ્રષ્ટિથી આત્મસ્વરૂપ અંગે વિચારીએ. અહિં નિશ્ચયશબ્દનો અર્થ વસ્તુનું તાત્વિક સ્વરૂપ” એ લઈએ. શાશ્વત સુખની પ્રાપ્તિ માટે આપણે આપણા આત્માનું શુદ્ધ તાત્વિક સ્વરૂપ સમજી, તેવા સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય ધ્યેય-સાધ્યવાળા બની રહેવું જોઈએ. આત્માને મૂળરવરૂપને સમજનારી દ્રષ્ટિ, તે સ્વરૂપ પ્રત્યે લક્ષિત બની વાત કહેવાની પદ્ધતિ તે “નિશ્ચય નય” છે. અને આત્માની વર્તમાન સંસારી અવસ્થાને સ્પર્શનારી દ્રષ્ટિ તે “વ્યવહાર નય” છે.
આત્માનું તાત્ત્વિકસ્વરૂપ તે અનંતજ્ઞાન, અનંત દર્શન–અનંત ચારિત્ર અને અનંત વીર્યવાળું છે. આ તાત્વિક સ્વરૂપવાળી જીવની અવસ્થાને શુદ્ધઅવસ્થા કહેવાય. તેવી શુદ્ધઅવસ્થામાં જ શાશ્વત(ચિર સ્થાયી)સુખની પ્રાપ્તિ છે. આ જે શુદ્ધસ્વરૂપ છે, તે જીવ દ્રવ્યનું પોતાનું મૂળ તત્ત્વ છે. એ શુદ્ધતત્ત્વને પ્રાપ્ત આત્મા, નથી બનતો કર્મને કર્તા કે નથી બનતે કર્મને ભક્તા. પછી તેને નથી હતું આ સંસારમાં કહેવાતું સુખ કે દુઃખ. તેનું સુખ તે અલૌકિક છે. તે સુખને ઉપમાથી સમજી શકાય એ કોઈપણ દુન્યવી પદાર્થ નહિં હોવાથી તે સુખ તે અનુભવગમ્ય જ છે. આપણું દયેય-લક્ષ્ય-સાધ્ય યા દ્રષ્ટિબિન્દુ