________________
નિશ્ચય અને વ્યવહાર તથા ઉત્સર્ગ–અપવાદ ૨૩૧. કદાપી પામી શતા જ નથી. સાધનની જરૂરીયાત, સાધ્યની સંપૂર્ણસિદ્ધિ પર્યત છે જ. સાધ્યની સંપૂર્ણસિદ્ધિએ, સાધન તે આપોઆપ છૂટી જાય છે. નિશાન મુકરર કર્યા સિવાય ફેકેલું બાણ નિષ્ફળ હોવાની માફક, કાર્યસિદ્ધિના ધ્યેય રહિતપણે થતું સાધન વ્યાપાર પણ નિષ્ફળ છે. માટે કાર્યસિદ્ધિની પૂર્ણતા થવા સુધીમાં વ્યવહાર અને નિશ્ચય બનેની આવશ્યકતા છે. બન્નેમાંથી કેઈપણ એકેયની ઉપેક્ષા કરવામાં કાર્યસિદ્ધિની ઉજૂલતા છે.
ઉત્સર્ગ–અપવાદનું વલણ તે સાધ્યસિદ્ધિના સાધન સ્વરૂપ વ્યવહાર અંગેનું છે. સાધ્યસિદ્ધિના કાર્યમાં કમે ક્રમે આગળ વધતાં, પ્રાપ્ત સિદ્ધિના અંશને સુરક્ષિત બનાવી રાખવા માટે, કઈ કારણવશાત્ સાધ્યસિદ્ધિના સર્વસાધારણ એવા સાધનને, પલટો .પણ કરે પડે. માટે કાર્યસિદ્ધિમાં સર્વસાધારણ સાધન જ માત્ર ઉપયોગી છે, એવી એકાંત દ્રષ્ટિ નહિં રાખતાં, કોઈ વખત સર્વસાધારણ નહિં, એવા સાધનના ઉપગની પણું આવશ્યકતા રહે. એવી. દ્રષ્ટિને જ સ્યાદ્વાદદ્રષ્ટિ કહેવાય.