________________
નિશ્ચય અને વ્યવહાર તથા ઉત્સર્ગ–અપવાદ ૨૨૯ કેઈ કારણસર તે સડકમાં કોઈ જગ્યાએ ભંગાણ પડવાના કારણે, ચાલતા મરામતના સમયે, જ્યાં સુધી મરામતનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાંસુધી, આગળ ઉપરના તે મૂળમાર્ગે પહોંચવા માટે, જે કાયમી ઉપગી નથી તેવા અન્ય માગને પણ આપણે આશ્રય લઈ, અમુક જગ્યા સુધીના આ ધેરી માર્ગને છોડી દેવો પડે છે. ત્યાં આ ધોરીમાર્ગને છેડી અન્યમાર્ગને આશ્રય ન જ લેવાય એવા આગ્રહને એકાંતી અને અસત્ય જ કહેવાય છે. કારણ કે અન્યમાના ઉપયોગમાં પણ આપણું લક્ષ્ય, આગળ ઉપર, મૂળમાર્ગને પકડી લેવાનું જ હોય છે. અહિં મૂળમાર્ગ (સડકનો માર્ગ) જે ઘેરી માર્ગ છે, તે “ઉત્સર્ગ” છે, અને અન્યમાર્ગ તે “અપવાદ” છે.
દુનિયામાં કહેવત છે કે “ખું ખાય તે પડ્યું ખાવા માટે.” એટલે શરીરની કઈ એવી બીમારીના કારણે થોડા દિવસ માટે વૈદ્ય આપણને ઘી ખાવાનું બંધ કરાવે. આ ઘી બંધ કરવામાં હેતુ તે એજ છે કે શરીરમાં ઉપસ્થીત બીમારીમાં ઘીને ઉપગ નુકસાનકારક હોવાના કારણે અમુક ટાઈમસુધી ઘીને વપરાસ બંધકરવાથી બીમારીને હટાવી, તબીયત એવી બનાવવી છે કે આગળ ઉપર ગમે તેટલા ઘીને ઉપયોગ કરી શરીરને પુષ્ટિકારક બનાવી શકાય. એ રીતે ઘીને વધુ ઉપયોગ કરી શકવાની શારીરિક યોગ્યતા મેળવવામાં અમુક ટાઈમસુધી ઘીને ઉપયોગ બંધ કરી, અન્ય પદાર્થને ઉપયોગ કરે, તેનું