________________
૨૨૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે.
માટે ધ્યેય સિદ્ધિમાં એકલા માત્ર ગમે તે રીતના વર્તનનું લક્ષ નહિ હોતા, ધ્યેયને અનુરૂપ વર્તનનું લક્ષ હોવું જોઈએ. આ અંગે બહુ ઉંડે વિચાર કરીશું તે આપણને સહેજે સમજાશે કે જીવનના રોજબરોજના નિર્વાહમાં પણ નિશ્ચય અને વ્યવહાર વચ્ચેના સુમેળની આવશ્યકતા અનિવાર્ય છે.
નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપ સાધ્ય–સાધનમાં, સાધ્ય. સિદ્ધિ માટેના સાધન અંગે, સામાન્ય સંજોગોમાં વર્તન કરવા માટે સર્વ સાધારણ (સર્વને અનુલક્ષીને) જે નિયમો નક્કી કરેલા હોય છે, તેને “ઉત્સર્ગમાર્ગ” કહેવાય છે. અને જે ઉદ્દેશથી ઉત્સર્ગમાર્ગને સ્વીકાર કરવામાં આવ્યા હોય, તે ઉદેશને, કોઈ બદલાયેલા સંજોગોમાં નાશ થત હોય તો તે ઉદ્દેશના રક્ષણ માટે ઉત્સર્ગમાર્ગના પાલનને ત્યાગ કરે પડે તેને અપવાદ” કહેવાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ બન્ને માર્ગનું લક્ષ્ય, એક જ હોય છે. જે કાર્યના માટે ઉત્સર્ગ બતાવવામાં આવ્યું છે, તે જ કાર્ય માટે અપવાદ પણ છે. અપવાદ તે ઉત્સર્ગને પોષક જ હોય, પણ ઘાતક નહિં હોવો જોઈએ. ઉત્સર્ગના રક્ષણ માટે અને એના સફળ અનુસરણ માટે જ અપવાદ છે. અપવાદિક વિધાનની મદદથી જ, ઉત્સર્ગ માર્ગને વિકાસ થઈ શકે છે. એ બને મળીને જ મૂળ ધ્યેયને સિદ્ધ કરી. શકે છે. -
કેઈ અમુક સ્થાને પહોંચવામાં સરળતા અને નિર્વિધનતાના હેતુએ સર્વસાધારણ સડક બંધાયેલી હોય છે. પરંતુ