________________
૧૬ નિશ્ચય અને વ્યવહાર તથા ઉસર્ગ અને અપવાદ
માત્ર મૂળપદાર્થ અને પદાર્થના વિવિધ પર્યાના દ્રષ્ટિકોણને અનુલક્ષીને સાતે નયોનું (૧) દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ બે વિભાગમાં વિભાજન થાય છે, તેમ સાધ્ય અને સાધનને અનુલક્ષીને આ સાતે નર્યનું વિભાજન (૧) નિશ્ચય અને (૨) વ્યવહાર એ બે વિભાગે પણ થઈ શકે છે. ત્યાં સિદ્ધથનારૂં જે સાધ્ય તે નિશ્ચયના ક્ષેત્રમાં આવે છે. અને જે સાધન વડે તે સાધ્ય, સિદ્ધ થાય તે સાધનો, વ્યવહારના ક્ષેત્રમાં આવે છે. સંસારિક કાર્યોમાં કે આધ્યાત્મિક કાર્યોમાં આપણું ઉન્નત્તિ અથવા અવનતિને માર્ગ, આ નિશ્ચય અને વ્યવહાર અંગેના આપણું જ્ઞાન અથવા અજ્ઞાનના જ આધારે હાઈ નિશ્ચય-વ્યવહારની હકિકત સમજવી આપણા માટે ખૂબ જ અગત્યની છે. સાત નયો પૈકીના નૈગમ–સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નય વ્યવહારના છે. બાકીના ચાર નય નિશ્ચયના છે.
આપણે સમજીએ છીએ કે જીવનના ભિન્નભિન્ન ક્ષેત્રમાં, સામાજીક, રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં પણ આપણે આપણું કેઈપણ એક ધ્યેય, નિશ્ચિત કરવું પડે છે. અને એ ધ્યેયને નકકી કર્યા પછી, ત્યાં પહોંચી શકાય તેવું યેયને અનુરૂપ વર્તન પણ આપણે કરવું જ પડે છે. ધ્યેયને પ્રતિકૂળ વર્તનથી ધ્યેયસિદ્ધિ થઈ શકે જ નહિં.