________________
પાંચ સમવાય કારણે
૨૨૩ છે, તે જ માટીને ઘટ બને છે. વાયુમાં ઘટ બનવાને સ્વભાવ નથી તેથી બનતું નથી. માટે સ્વભાવકારણ પણ ત્યાં છે. તથા પ્રથમ દંડભ્રમણાદિ ક્રિયાઓ વિને ઘટાકાર ન બને માટે તે રૂપ પૂર્વ કિયા કારણ પણ ત્યાં છે. વળી પૂર્વ ક્રિયાઓ કરવામાં કુંભાર ઉદ્યમાન થાય તે જ માટી લવાય અને દંડભ્રમણાદિ ક્રિયાઓ થવાપૂર્વક ઘટ બને. પણ જે બેઠે રહે તે કંઈ પણ ન બને. તથા પૂર્વ ક્રિયાઓ કરવામાં ઉદ્યમ થઈ રહ્યો છે, ઘટ બનવાની તૈયારી છે, એટલામાં કઈ કદાચ એ અકસ્માત થાય તો ઘટ બનત અટકી પડે. એટલે વિઘ્ર નહિં થવારૂપ જે નિયતિ એટલે ભાવિભાવ હોય તે જ ઘટ બને. નહિતર બનવાને એક ક્ષણ બાકી હોય ને ઘટ બનતે અટકી જાય.
આ પ્રમાણે ઘટોત્પત્તિમાં પાંચ કારણોની જેમ આવશ્યકતા છે, તેમ યથાયોગ્ય રીતે દરેક કાર્યોત્પત્તિમાં પાંચે કારણની આવશ્યકતા સમજવી. ઘટોત્પત્તિરૂપ કાર્ય સિદ્ધિ જેમ ઉપરોક્ત પાંચે કારણેના મળવાથી જ થાય છે, તેમ મોક્ષપ્રાપ્તિનું કાર્ય પણ, પાંચ સમવાય કારણોથી જ થાય છે. તે પાંચે સમુચ્ચય કારણેની વિદ્યમાનતા, એક્ષપ્રાપ્તિની કાર્યસિદ્ધિમાં કેવી રીતે હોય છે, તે વિચારીએ.
મેક્ષપ્રાપ્તિને અનુકુળ કાળ તે ત્રીજો અને એ આરોજ ગણાય ત્રીજા કે ચેથા આરા સિવાય, અન્ય આરામાં જીવને મેક્ષ ન થાય એ નિયમ છે, માટે મેક્ષ પ્રાપ્તિમાં ત્રીજા કે ચેથા આરાને કાળ હોવો જોઈએ.