________________
૨૧૮
આત્મવિજ્ઞાન-ભાગ ૨ જે. જાય છે. જૈનદર્શન દરેક ભંગને પૃથપૃથક્ સ્વીકારે તે છે, પણ નહિં કે એકાંત દ્રષ્ટિએ. તે તે સ્યાદ્વાદષ્ટિએ સ્વીકારે છે. એટલે સ્યાદ્વાદના આધારે થતી વસ્તુ સિદ્ધિમાં, સપ્તભંગી, એ એક અજોડ સાધન છે. માટે જ જૈનદર્શન, સપ્તભંગીની સમૂહાત્મક વ્યાખ્યા ને જ સ્વીકાર કરે છે. અન્ય દર્શનકારે પોતાની વ્યાખ્યા “એવ” કારથી નિશ્ચયતા પૂર્વક કરે છે. જેમકે સાંખ્ય દર્શનકાર “ઘોતિ” એ એક જ અસ્તિત્વ ધર્મને કેવળ એકાન્ત વસ્તુની સત્તાનું જ વર્ણન કરે છે. જ્યારે જૈનદર્શન ચાવડરત કથંચિત ઘટ પણ છે. એવી સાપેક્ષ વ્યાખ્યા દ્વારા વસ્તુવિપુલતાને વિશેષ રીતિથી વર્ણવે છે.
મનુષ્ય વિષે સાત અંગે નીચે પ્રમાણે બને છે. (૧) અપેક્ષા વિશેષે મનુષ્ય જ છે. (૨) અપેક્ષા વિશેષે અમનુષ્ય જ છે. (૩) અપેક્ષા વિશેષે તે અવક્તવ્ય જ છે. (૪) અપેક્ષા વિશેષે મનુષ્ય તથા અમનુષ્ય જ છે. (૫) અપેક્ષા વિશેષે મનુષ્ય તથા અવક્તવ્ય છે. (૬) અપેક્ષા વિશેષ અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે. (૭) અપેક્ષા વિશેષ મનુષ્ય, અમનુષ્ય તથા અવક્તવ્ય જ છે.
મનુષ્યપણું એટલે અમુક ચેકકસ આકાર અને ગુણધર્મનું દેવું, અને બીજા આકાર તથા ગુણધર્મનું ન લેવું. તેથી જ ફલિત થાય છે કે, મનુષ્ય એ સ્વરૂપથી મનુષ્ય છે, પરરૂપથી નહિં; તેમજ સ્વરૂપથી અને પરરૂપથી તેનું અમે -એક સાથે નિરૂપણ કરવું હોય તે તેને અવક્તવ્ય જ કહેવો પડે. આ રીતે મનુષ્ય, અમનુષ્ય, અને અવકતવ્ય,